બેંગલુરૂ ભાગદોડની ઘટનામાં દોષિત ઠરશે તો BCCI IPLમાં RCB પર પ્રતિબંધ મુકશે
ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં બહાર થયેલી ધક્કામુક્કી મામલે RCB સામે FIR નોંધવામાં આવી છે. કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના બે અધિકારીઓએ પણ રાજીનામું આપ્યું છે. આ કેસમાં એક ધરપકડ પણ કરવામાં આવી છે. RCB ટીમ આ બધા વચ્ચે અટવાઈ ગઈ છે. આ કેસ પછી, BCCI IPL 2026 માં RCB ની ભાગીદારી અંગે મોટો નિર્ણય લઈ શકે છે.
RCB ની વિજય પરેડમાં આટલી મોટી ભૂલ માટે કોણ જવાબદાર છે તે શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, BCCI સામે એક મોટો પ્રશ્ન છે કે જો આ ભૂલમાં RCB ટીમનું નામ આવે છે, તો તે આગળ શું નિર્ણય લેશે.
IPLમાં બધી ફ્રેન્ચાઇઝીઓ વાણિજ્યિક સંસ્થાઓ તરીકે કામ કરે છે, પરંતુ તેમની ભાગીદારી BCCI કરારો દ્વારા નિયંત્રિત થાય છે અને તે કરારોમાં જાહેર સલામતી સંબંધિત ઘણા વિભાગો શામેલ છે.
જો તપાસકર્તાઓ RCB મેનેજમેન્ટને આ ગંભીર બેદરકારી સાથે સીધી રીતે જોડે છે, તો BCCI ને ન્યાય અપાવવા અને લીગની વિશ્વસનીયતા જાળવવા માટે RCB સામે મોટી કાર્યવાહી કરવી પડી શકે છે.ગત મંગળવારે RCB એ પંજાબ કિંગ્સને હરાવ્યું અને તેમનું પહેલું ટાઇટલ જીત્યું. જેના પછી આખી ટીમ અને બેંગલુરુના ચાહકો ખૂબ ખુશ હતા. બીજા દિવસે બુધવારે, ટીમ બેંગલુરુ પહોંચી, જ્યાં તેઓ તેમના ચાહકો સાથે વિજયની ઉજવણી કરવા જઈ રહી હતી. પરંતુ આ ઉત્સવનો માહોલ થોડી જ વારમાં શોકમાં ફેરવાઈ ગયો. લાખો લોકોના મેળાવડાને કારણે અચાનક નાસભાગ મચી ગઈ, જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા.