For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IPL પર વધુ ફોક્સ કરતા ખેલાડીઓ સામે BCCI નારાજ, જારી કરશે આદેશ

12:48 PM Feb 13, 2024 IST | Bhumika
ipl પર વધુ ફોક્સ કરતા ખેલાડીઓ સામે bcci નારાજ  જારી કરશે આદેશ

ઇશાન કિશન અને હાર્દિક પંડ્યાના વલણની BCCIએ નોંધ લીધી

Advertisement

ટી20 લીગ આખી દુનિયામાં રમાય છે અને તેમાં ખેલાડીઓને ઘણા પૈસા મળે છે. પરંતુ ભારતમાં પરિસ્થિતિ અલગ છે. અહીંના ખેલાડીઓને IPLસિવાય અન્ય કોઈ લીગમાં રમવાની મંજૂરી નથી. પરંતુ હજુ પણ એવા ઘણા ભારતીય ખેલાડીઓ છે જેઓ ટેસ્ટ કે અન્ય ફોર્મેટ કરતા IPLતરફ વધુ આકર્ષિત છે. ખેલાડીઓ મહિનાઓ પહેલા જ બધું ભૂલી જાય છે અને ઈંઙકની તૈયારી કરવા લાગે છે.

પરંતુ હવે BCCIએ આ ખેલાડીઓને નિયંત્રિત કરવા નવો આદેશ જાહેર કરશે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCI ખેલાડીઓ એવા વલણથી ખુશ નથી કે તેઓ ડોમેસ્ટિક ક્રિકેટ છોડી દે છે અને IPLમાટે મહિનાઓ પહેલાથી તૈયારી કરવાનું શરૂૂ કરે છે. એક અહેવાલ છે કે BCCI ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓના રેડ બોલ ક્રિકેટ, ખાસ કરીને રણજી ટ્રોફી પ્રત્યેના વલણથી ખુશ નથી. આગામી થોડા દિવસોમાં BCCI દ્વારા તમામ ખેલાડીઓને રણજી ટ્રોફીમાં તેમની રાજ્યની ટીમ તરફથી રમવા માટે જણાવવામાં આવશે, જેઓ હાલ ટીમની બહાર ચાલી છે. ગઈઅમાં અનફિટ અને રિકવર થયેલા ખેલાડીઓને જ છૂટ આપવામાં આવશે. બોર્ડ એવા કેટલાક ખેલાડીઓથી બહુ ખુશ નથી જેઓ જાન્યુઆરીથી IPLમોડમાં આવી ગયા છે.

Advertisement

હાલમાં જ ઈશાન કિશન રણજીમાં ન રમવાને લઈને ભારે હોબાળો થયો હતો. ઈશાન સાઉથ આફ્રિકા પ્રવાસની મધ્યમાં આરામ લીધા બાદ ટીમની બહાર થયો. ત્યારથી તે ટીમમાં પરત ફરી શક્યો નથી. કોચ દ્રવિડે કહ્યું હતું કે જો ઈશાનને વાપસી કરવી હોય તો તેણે પહેલા રણજી રમવી જોઈએ. પરંતુ ઈશાન એક પણ રણજી મેચ રમ્યો નહીં. હાર્દિક પંડ્યાનું પણ આવું જ વલણ છે. ઈજાના કારણે હાર્દિક 2023ના વર્લ્ડ કપ બાદથી બહાર છે. તેના રિકવરીના ઘણા વીડિયો સામે આવ્યા, પરંતુ તેની વાપસીના સમાચાર માત્ર ઈંઙકમાં જ આવી રહ્યા છે. હાર્દિક વર્ષોથી ટેસ્ટ ક્રિકેટ રમ્યો નથી.

પરંતુ હવે BCCI અલ્ટીમેટમ આપવાના મૂડમાં છે અને કોઈપણ સમયે ખેલાડીઓને સ્પષ્ટ કરી શકાય છે કે તેમને ડોમેસ્ટિક રમ્યા વિના ટીમમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં, મોટાભાગે IPLપર ધ્યાન આપનારા યુવા ખેલાડીઓની મુશ્કેલીઓ આગામી સમયમાં વધી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement