ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ-ડીઝલની ખરીદી પર બેંક લેશે 1% ચાર્જ
ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ, ડીઝલ અને CNG ખરીદવું ખૂબ જ ટૂંક સમયમાં મોંઘુ થવા જઈ રહ્યું છે. ખાનગી ક્ષેત્રની બેંક 1 જૂનથી ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર 1 ટકાનો નવો ચાર્જ વસૂલવા જઈ રહી છે. જી હા, કોટક મહિન્દ્રા બેંક તેના ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ પાસેથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર 1 ટકા ફી વસૂલશે. જોકે, આ ફી એવી સ્થિતિમાં વસૂલવામાં આવશે જ્યારે કાર્ડ ધારક નિશ્ચિત મર્યાદા પછી પણ ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે વ્યવહાર કરે છે. એક અહેવાલ મુજબ, આ નવી ફી નીતિ ફક્ત બેંકના પસંદગીના ક્રેડિટ કાર્ડ પર જ લાગુ થશે.રિપોર્ટ મુજબ કોટક મહિન્દ્રા બેંકે તેના અલગ અલગ ક્રેડિટ કાર્ડ પર ઇંધણ ખરીદવા માટે અલગ અલગ મર્યાદા નક્કી કરી છે.
કોટક મહિન્દ્રા બેંકની આ નવી ફી નીતિનો હેતુ ઇંધણ ખરીદી માટે કાર્ડના વધુ પડતા ઉપયોગને નિયંત્રિત કરવાનો છે. ગ્રાહકો ફક્ત કેશબેક અને રિવોર્ડ પોઈન્ટ માટે કાર્ડથી ઇંધણ ખરીદે છે.
કોટક મહિન્દ્રા બેંકની આ નવી ફી વ્હાઇટ રિઝર્વ ક્રેડિટ કાર્ડ, કોટક સોલિટેર, કોટક ઇન્ફિનિટ, કોટક સિગ્નેચર, ઇન્ડિયનઓઇલ કોટક ક્રેડિટ કાર્ડ અને મિન્ત્રા કોટક ક્રેડિટ કાર્ડ પર લાગુ થશે નહીં. જ્યારે બિલિંગ ચક્રમાં મર્યાદા પાર કર્યા પછી અન્ય તમામ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ પાસેથી 1 ટકા ફી વસૂલવામાં આવશે. વ્હાઇટ સિગ્નેચર, પ્રિવી લીગ સિગ્નેચર અને કોટક ઇન્ડિગો 6ઊ ડક રિવોર્ડ્સ ક્રેડિટ કાર્ડ માટે આ મર્યાદા 50,000 રૂૂપિયા છે.