બેંક નીફટી ઓલ ટાઇમ હાઇ, શેરબજારમાં સામાન્ય વધારો
આજે સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં તેજી સાથે શરૂઆત થઇ હતી. સેન્સેકસ-નીફટીમાં વધારો જોવ મળ્યો હતો. પરંતુ બેંક નીફટી અને મીડકેપ શેરોમાં ભારે તેજી જોવા મળી હતી. બલ્કે બેંક નીફટીએ નવો હાઇ પણ બનાવ્યો હતો. આજે બેંક નિફટીએ પહેલી વખત 59 હજારની સપાટી કૂદાવી હતી. જયારે સેન્સેકસ પણ 85000 નજીક ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
આજે સવારે 10 વાગ્યે બેંક નીફટી 59960 સુધી પહોંચ્યો છે. જે બેંક નીફટીનો નવો હાઇ છે. બેંક નીફટીના 12 શેરોમાંથી 11 શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. આજે એકસીસ બેંક અને કોટક બેંકમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. કોટક બેંકમાં 35 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જયારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં 6 રૂપીયાનો વધારો જોવા મળ્યો હતો.
બેંક ઉપરાંત મીડકેપ નીફટીમાં પણ આજે તેજી જોવા મળી હતી. મીડકેપ નીફટી 400 પોઇન્ટ વધતા 61140 પર પહોંચ્યો છે. આજે સેન્સેકસ 84810 પોઇન્ટ પર જોવા મળ્યો છે. જયારે નીફટી 60 પોઇન્ટ વધીને 25970 સુધી જોવા મળ્યો હતો.