પાકિસ્તાનમાં બાંગ્લાદેશવાળી, હજારો કટ્ટરપંથીઓ સુપ્રીમ કોર્ટમાં ઘુસી ગયા
ઇશનિંદાના આરોપીને મુકત કરનાર ચીફ જસ્ટીસના માથા પર 1 કરોડનું ઇનામ રાખ્યું
હજુ તો બાંગ્લાદેશમાં હિંસા ચાલુ છે ત્યા પાકિસ્તાનમાં ઘર્ષણ થયું છે. પાકિસ્તાનમાં ફરી એકવાર કટ્ટરવાદીઓનો પઆતંકથ જોવા મળ્યો છે. ઈશનિંદાના નિર્ણયના વિરોધમાં હજારો કટ્ટરપંથીઓએ સુપ્રીમ કોર્ટમાં પ્રવેશ કરવાનું શરૂૂ કર્યું. પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ કાઝી ફૈઝ ઈસાએ એક અહમદિયા વ્યક્તિને ઈશનિંદાના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યો છે. તેનાથી કટ્ટરવાદીઓ એટલા ગુસ્સે થયા કે તેમણે ચીફ જસ્ટિસના માથા પર 1 કરોડ રૂૂપિયાનું ઈનામ રાખ્યું અને સુપ્રીમ કોર્ટમાં ઘુસી રહેલા લોકોનો વીડિયો સામે આવ્યો છે.
પાકિસ્તાની અખબાર અનુસાર, ‘અલમી મજલિસ તહફુઝ-એ-નબુવત’ કોર્ટના નિર્ણયનો વિરોધ કરી રહી હતી. જમાત-એ-ઈસ્લામી અને જમીયત ઉલેમા-એ-ઈસ્લામના નેતાઓ પણ તહફુઝ-એ-નબુવત સાથે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યાં હતા. તેમની માંગ છે કે ચીફ જસ્ટિસ ફૈઝ ઈસાએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને કોર્ટે પોતાનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ. કોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા લોકોને રોકવા માટે પોલીસે પાણીની તોપ, ટીયર ગેસ અને લાઠીચાર્જનો આશરો લેવો પડ્યો હતો.
ઈસ્લામાબાદમાં અરાજકતા પાછળનું કારણ એક અહમદિયા વ્યક્તિ છે, જેનું નામ મુબારક અહેમદ સાની છે. 2019 માં સાનીએ એક કોલેજમાં અહમદિયા સમુદાય સાથે સંબંધિત ધાર્મિક પુસ્તક ‘એફસીર-એ-સગીર’નું વિતરણ કર્યું હતુ, આ પુસ્તકમાં અહમદિયા સંપ્રદાયના સ્થાપકના પુત્ર મિર્ઝા બશીર અહેમદે કુરાનનું પોતાની રીતે અર્થઘટન કર્યું છે. આ પુસ્તક ખૂબ જ વિવાદાસ્પદ માનવામાં આવે છે. ચાર વર્ષ પછી 7 જાન્યુઆરી, 2023 ના રોજ પુસ્તકનું વિતરણ કરવા બદલ સાનીની ધરપકડ કરવામાં આવી હતી.
મુબારક સાનીની કુરાન (પ્રિન્ટિંગ અને રેકોર્ડિંગ) (સુધારા) એક્ટ, 2021 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સાનીએ તેની ધરપકડને કોર્ટમાં પડકારી હતી અને દલીલ કરી હતી કે જે કાયદા હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી અને સજા સંભળાવવામાં આવી હતી તે સમયે તેણે પુસ્તકોનું વિતરણ કર્યું હતું.
સાનીએ કહ્યું કે તે સમયે તે પોતાના ધર્મનો પ્રચાર કરવા માટે સ્વતંત્ર હતો. ત્યાર બાદ તેને આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ કરવામાં આવ્યો હતો. આ રીતે વિવાદ શરૂ થયો હતો.