For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

'બેંગલુરુને બોમ્બથી ઉડાવી દેશું', કર્ણાટક સરકારને ઈમેલ દ્વારા મળી ધમકી

03:02 PM Mar 05, 2024 IST | admin
 બેંગલુરુને બોમ્બથી ઉડાવી દેશું   કર્ણાટક સરકારને ઈમેલ દ્વારા મળી ધમકી

કર્ણાટક સરકારને ગઈ કાલે (4 માર્ચ) બેંગલુરુમાં બોમ્બની ધમકી મળી હતી. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી. એક અહેવાલ મુજબ, આ મેલમાં કહેવામાં આવ્યું હતું કે શનિવારે (9 માર્ચ) બેંગલુરુમાં બોમ્બ બ્લાસ્ટ થશે. ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે શહેરમાં બપોરે 2.48 વાગ્યે બ્લાસ્ટ થશે, જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, ગૃહ મંત્રી અને બેંગલુરુ પોલીસ કમિશનરને નિશાન બનાવવામાં આવશે. આ ઈમેલ શાહિદ ખાન નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો.

Advertisement

ઘણી જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કરવાની ધમકી

આ સાથે ધમકીમાં કહેવામાં આવ્યું છે કે બસ, ટ્રેન, મંદિર, હોટલ અને અંબરી ઉત્સવમાં પણ બોમ્બ મુકવામાં આવ્યા છે. ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. સાયબર ક્રાઈમ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, બેંગલુરુ પોલીસ કમિશનરને અલગથી ધમકી મળી છે. જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. આ મામલાની તપાસ માટે બેંગ્લોર સાયબર ક્રાઈમ પોલીસની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ધમકીભર્યા ઈમેલને પગલે સમગ્ર કર્ણાટકમાં સાવચેતીના પગલારૂપે સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement