For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઝારખંડમાં પાન મસાલા પર પણ પ્રતિબંધ લાગુ

11:09 AM Feb 05, 2025 IST | Bhumika
ઝારખંડમાં  પાન મસાલા પર પણ પ્રતિબંધ લાગુ

ઝારખંડ સરકાર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ઝારખંડના આરોગ્ય મંત્રી ઇરફાન અંસારીએ મંગળવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે બુધવારથી સમગ્ર રાજ્યમાં સાદા પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. હવે રાજ્યમાં ક્યાંય પણ સાદા પાન મસાલા વેચાશે નહીં. ઝારખંડમાં 2023 સુધી ગુટખા પર પ્રતિબંધ હતો પરંતુ છેલ્લા એક વર્ષથી તેનું વેચાણ થઈ રહ્યું છે.

Advertisement

તેમણે કહ્યું કે સાદા મસાલાના નામે પણ તમાકુ વેચાઈ રહી છે. બુધવારથી તે કોઈપણ સંજોગોમાં વેચાશે નહીં. રાંચીમાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે નામકુમના IPH ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઇરફાન અંસારીએ આ વાત કહી. તેમણે કહ્યું કે કેન્સરની સમયસર સારવાર કરવી મહત્વપૂર્ણ છે.

તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં કેન્સરની તપાસ મફતમાં કરવામાં આવશે. ઝારખંડમાં કેન્સરનું મુખ્ય કારણ પાન મસાલાનું સેવન છે, તેથી હવે રાજ્યમાં સાદા પાન મસાલા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. ઇરફાન અન્સારીએ જણાવ્યું હતું કે, કાલથી જો કોઈ પણ દુકાનમાં ગુટખા વેચાતા જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement