For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્લેટિનમ એલોયની આડમાં દુબઈથી સોનાની આયાત પર પ્રતિબંધ; નામાંકિત એજન્સીઓને જ છૂટ

11:07 AM May 20, 2025 IST | Bhumika
પ્લેટિનમ એલોયની આડમાં દુબઈથી સોનાની આયાત પર પ્રતિબંધ  નામાંકિત એજન્સીઓને જ છૂટ

ભારતે ભારત-UAE CEPAના દુરુપયોગને રોકવા માટે ચોક્કસ સ્વરૂૂપોમાં સોના અને ચાંદીની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. બજેટ FY26ની જાહેરાત બાદ, આ પગલું પ્લેટિનમ એલોય તરીકે છૂપાયેલા સોનાની આયાતને ઓછી ડ્યુટીનો લાભ લેવા અટકાવવાનો છે.

Advertisement

ભારતે સોમવારે બિન-કાપેલા, અર્ધ-ઉત્પાદિત અને પાઉડર સ્વરૂૂપમાં સોના અને ચાંદીની આયાત પર પ્રતિબંધો લાદ્યા હતા, જે ફક્ત નામાંકિત એજન્સીઓ, લાયક ઝવેરીઓ અને ભારત-UAE વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (ઈઊઙઅ) હેઠળ માન્ય ટેરિફ રેટ ક્વોટા ધારકો દ્વારા જ આયાતને મંજૂરી આપે છે.
આ પ્રતિબંધો બજેટ FY26ની જાહેરાત પર આધારિત છે જેમાં ગોલ્ડ ડોર, સિલ્વર ડોર અને પ્લેટિનમ જેવી મુખ્ય વસ્તુઓ માટે નવા ઇંજ (હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ) કોડ અથવા ટેરિફ કોડ રજૂ કરવામાં આવ્યા છે જેમાં ઓછામાં ઓછા 99% પ્લેટિનમ હોય છે.

કેટલાક આયાતકારોએ આ છટકબારીનો ઉપયોગ કરીને દુબઈથી 99% સોનું ધરાવતા ઉત્પાદનો લાવ્યા, તેમને પ્લેટિનમ એલોય તરીકે લેબલ કરીને ભારત-યુએઈ સીઈપીએ હેઠળ ઓછી ડ્યુટીનો લાભ લીધો.
આ દુરુપયોગને રોકવા માટે, સરકારે ખાસ કરીને 99% કે તેથી વધુ શુદ્ધ પ્લેટિનમ ધરાવતા પ્લેટિનમ માટે એક નવો ઇંજ કોડ રજૂ કર્યો. કરાર હેઠળ ફક્ત આ શ્રેણી જ ડ્યુટી લાભો માટે લાયક ઠરે છે. અન્ય પ્લેટિનમ રચનાઓ હેઠળ આયાત પ્રતિબંધિત કરવામાં આવી હતી. આનાથી પ્લેટિનમના વેશમાં સોનાની આયાત કરવાનો માર્ગ અસરકારક રીતે બંધ થઈ ગયો.

Advertisement

આ પગલું પ્લેટિનમના નામે સોનાની આયાત ન થાય તે સુનિશ્ચિત કરવા માટે અલગ ઇંજ કોડ બનાવવાની બજેટ જાહેરાતને અનુસરે છે, એક અધિકારીએ જણાવ્યું હતું, અને ઉમેર્યું હતું કે આ ગોઠવણી કસ્ટમ્સ ડ્યુટી અને આયાત નિયમો વચ્ચે સુસંગતતા સુનિશ્ચિત કરે છે. કરાર હેઠળ, ભારત ટેરિફ રેટ ક્વોટા (ઝછચ) હેઠળ 1 ટકા ટેરિફ ક્ધસેશન સાથે ઞઅઊથી વાર્ષિક 200 મેટ્રિક ટન સુધી સોનું આયાત કરવા સંમત થયું.

Advertisement
Tags :
Advertisement
Advertisement