For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉલ્લુ, ALT બાલાજી સહિત 25 એપ પર પ્રતિબંધ: અશ્લીલ કન્ટેન્ટ સામે સરકારની મોટી કાર્યવાહી

02:30 PM Jul 25, 2025 IST | Bhumika
ઉલ્લુ   alt બાલાજી સહિત 25 એપ પર પ્રતિબંધ  અશ્લીલ કન્ટેન્ટ સામે સરકારની મોટી કાર્યવાહી

Advertisement

ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે અશ્લીલ કન્ટેન્ટ પર આકરૂં વલણ અપનાવતાં ઉલ્લુ એપ, ALTT (ALT બાલાજી), દેશીફ્લિક્સ, અને બિગ શોટ્સ જેવી અનેક એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. આ સંદર્ભે નોટિફિકેશન જાહેર કરાઈ છે. સરકારે આ નિર્ણય પોર્નોગ્રાફિક અને જાતીય સામગ્રી સામેની નીતિ હેઠળ લીધો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY)ને આ એપ્સ સામે ઘણા નાગરિકો અને સંગઠનો તરફથી ફરિયાદો મળી ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisement

પોર્નોગ્રાફિક સામગ્રીની ફરિયાદો સામે આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન, એવું જાણવા મળ્યું કે ઇરોટિક વેબ સિરીઝના નામે પોર્નોગ્રાફિક સામગ્રી ખુલ્લેઆમ સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. સરકારે શોધી કાઢ્યું કે 18 થી વધુ OTT ચેનલ સામગ્રી IT નિયમો 2021 અને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 292/293 નું ઉલ્લંઘન કરી રહી છે.

નોટિફિકેશન અનુસાર, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, દેશભરમાં આ પ્રકારના સોફ્ટ પોર્ન કન્ટેન્ટ દર્શાવતી 25 વેબસાઈટ્સ તાત્કાલિક ધોરણે બ્લોક કરવામાં આવે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના મંત્રાલયને આ પ્રકારની એપ્સ અને વેબસીરિઝ એડલ્ટ કન્ટેન્ટ પ્રસારિત થઈ રહ્યું હોવાની અનેક ફરિયાદો મળી હતી. જેના પર કાર્યવાહી હાથ ધરતાં ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને ઉલ્લુ, અલ્ટ, અને દેશીફ્લિક્સ સહિતના 25 ઓટીટી પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવા આદેશ અપાયો છે.

નોટિફિકેશનમાં ભાર મૂકવામાં આવ્યો છે કે, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ, 2021 હેઠળ ગેરકાયદે ગણાતી માહિતી અને દ્રશ્યોને દૂર કરવાની જવાબદારી મધ્યસ્થીઓની છે.

આ યાદીમાં ઉલ્લુ, ALT બાલાજી, બિગ શોટ્સ, જલવા, વાહ, લુક, હિટ પ્રાઈમ, ફેનીઓ (Feneo), શો-એક્સ, સોલ ટોકીઝ, કંગન, બુલ, અડ્ડા ટીવી, હોટ-એક્સ વીઆઈપી, દેસી ફ્લિક્સ, બુમેક્સ, નવરસા લાઇટ, ગુલાબ, ફૂગી, મોજફ્લિક્સ, હલચલ, મૂડએક્સ, નિઓન-એક્સ વીઆઈપી અને ટ્રાઇફ્લિક્સ એમ કુલ 25 એપનો સમાવેશ થાય છે, જે હવે દેશભરમાં પ્રતિબંધિત છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement