બજરંગી ભાઈજાનની ‘મુન્ની’ સાઉથની ફિલ્મમાં કરશે ડેબ્યૂ
2015માં આવેલી સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં ‘મુન્ની’ની ભૂમિકા ભજવનાર બાળ કલાકાર હર્ષાલી મલ્હોત્રાએ પોતાના ઉમદા અભિનય થકી સૌ કોઈનું દિલ જીત્યું હતુ. મુન્ની બનીને દેશભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર હર્ષાલી મલ્હોત્રા લાંબા સમયથી કોઈ પ્રોજેક્ટમાં જોવા નથી મળી, પરંતુ તે અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો અને પોસ્ટ શેર કરતી રહે છે.એવામાં હર્ષાલી મલ્હોત્રાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
આગામી સમયમાં હર્ષાલી મલ્હોત્રા સાઉથ સિનેમાના કદ્દાવર અભિનેતા નંદમુરી બાલકૃષ્ણની મોસ્ટ અવેટેડ મુવી અંખડા 2માં જોવા મળવાની છે. અભિનેત્રી હર્ષાલી મલ્હોત્રાનું અખંડા 2 મુવીનો ફર્સ્ટ લુક સામે આવી ચૂક્યો છે. પોસ્ટરમાં હર્ષાલી પીળા અને સફેદ રંગના ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં હર્ષાલીના પાત્રનું નામ ‘જનની’ હશે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ નંદમુરી બાલકૃષ્ણની અખંડા 2નું ધમાકેદાર ટીઝર વીડિયો રીલિઝ થયું હતુ. જે ફેન્સને ખૂબ જ ગમ્યું હતુ. હવે આ ફિલ્મમાં હર્ષાલી મલ્હોત્રાની એન્ટ્રીથી ફેન્સની એક્સાઈટમેન્ટ ખૂબ જ વધી ગઈ છે. આ ફિલ્મ આગામી દશેરાના અવસરે 25 સપ્ટેમ્બર, 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.