ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બદતમીઝ દિલ ફેમ અભિનેત્રી અમનદીપ સોહીનું નિધન

01:31 PM Mar 08, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરિયલ બદતમીઝ દિલ ફેમ અભિનેત્રી અમનદીપ સોહીનું નિધન થયું છે. અભિનેત્રી ડોલી સોહીની બહેન અમનદીપ સોહી છે. ડોલી પોતે સર્વાઇકલ કેન્સરનો શિકાર છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અમનના નિધનની પુષ્ટિ કરતા, વરિષ્ઠ અભિનેત્રી નીલુ કોહલીએ શેર કર્યું, મેં સપનામાં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે અમનને આ રીતે અલવિદા કહેવું પડશે. અમનદીપ સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો, કમળાના કારણે તેને ફેબ્રુઆરીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતીે. આ રોગને કારણે તેની ગૂંચવણો વધી, તેને કિડની ફેલ થઈ ગઈ અને અંતે તેના શરીરે હાર માની લીધી. જો કે તેના પરિવાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. 22 ફેબ્રુઆરી 2024ના રોજ અમાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે હોસ્પિટલના બેડ પર પડી છે અને તેના હાથ પર સલાઈન લગાવવામાં આવી છે.

Advertisement

Tags :
Amandeep Sohiindiaindia news
Advertisement
Advertisement