For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાબા બાગેશ્ર્વર લગ્નના બંધને બંધાશે, હનુમાન કથામાં જાહેરાત

11:41 AM Mar 11, 2025 IST | Bhumika
બાબા બાગેશ્ર્વર લગ્નના બંધને બંધાશે  હનુમાન કથામાં જાહેરાત

Advertisement

બિહારના ગોપાલગંજમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની 5 દિવસથી ચાલી રહેલી હનુમાન કથાનું સમાપન સોમવારે થઈ ગયું. હનુમાન કથાના સમાપન સમયે, પંડિત શાસ્ત્રીએ એક ચેનલ સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે પહેલીવાર પોતાના લગ્ન વિશે ખુલીને વાત કરી. શાસ્ત્રીએ કહ્યું કે તેઓ જલ્દી જ લગ્ન કરશે અને વરરાજા બનશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે તેમની જીવનસાથી કોણ હશે.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ગોપાલગંજમાં હનુમાન કથા અદ્ભુત અને અકલ્પનીય રહી, પરંતુ એક દુ:ખ એ હતું કે તેઓ ઘણા લોકોને મળી શક્યા નહીં. હનુમાન કથામાં મોટી સંખ્યામાં ઉમટેલી ભીડ અંગે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આ બધું બાલાજી અને સન્યાસી બાબાના આશીર્વાદને કારણે શક્ય બન્યું છે. તેમણે એમ પણ કહ્યું કે લોકોના પ્રેમ અને દયાને કારણે જ આ બધું સંભવ થઈ રહ્યું છે. આ સાથે, તેમણે કથામાં હાજરી આપી ન શક્યા હોય તેવા ભક્તો માટે એક મંત્ર પણ જણાવ્યો. શાસ્ત્રીએ કહ્યું કે હનુમાનજીની કથા ઘરે સાંભળવાથી અને ૐ બાગેશ્વરાય નમ: નો જાપ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement