દિલ્હીમાં આયુષ્માન યોજના લાગુ થશે, 14 કેગ રિપોર્ટ રજૂ થશે
દિલ્હીમાં ભાજપ સરકારની પહેલી બેઠક ગુરુવારે સાંજે સચિવાલયમાં યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા કર્યા પછી, સીએમ રેખા ગુપ્તાએ કહ્યું, પહેલી કેબિનેટ બેઠકમાં, અમે બે એજન્ડા પર ચર્ચા કરી અને પસાર કર્યા - દિલ્હીમાં 5 લાખ રૂૂપિયાના ટોપ-અપ સાથે આયુષ્માન ભારત યોજના લાગુ કરવી અને વિધાનસભાની પહેલી બેઠકમાં 14 CAG રિપોર્ટ રજૂ કરવા.
પમુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં બધા મંત્રીઓ હાજર રહ્યા હતા.થ આ બેઠકમાં મંત્રી પ્રવેશ વર્મા, મનજિન્દર સિંહ સિરસા, આશિષ સૂદ, કપિલ મિશ્રા, રવિન્દ્ર ઇન્દ્રરાજ અને પંકજ કુમાર સિંહ હાજર રહ્યા હતા. ગુરુવારે બપોરે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓએ શપથ લીધા હતા. રેખા ગુપ્તાએ કહ્યું, અમે લોકોને આપેલા વચનો પૂરા કરીશું. દિલ્હીમાં મહિલાઓને 2500 રૂૂપિયા આપવાના ભાજપના વચન અંગે દિલ્હીના ભૂતપૂર્વ સીએમ આતિશીના નિવેદન પર દિલ્હીના સીએમએ કહ્યું, આ અમારી સરકાર છે, એજન્ડા અમારો રહેશે. અમને કામ કરવા દો. તેમણે આપણને બધું કહેવાની જરૂૂર નથી, તેમણે સત્તામાં રહીને જે કરવાનું હતું તે કર્યું છે.
ગુરુવારે શપથ લીધા પછી, મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળના પહેલા જ દિવસે, રેખા ગુપ્તા અને તેમના તમામ કેબિનેટ સાથીઓ દિલ્હીમાં યમુના કિનારે વાસુદેવ ઘાટ પહોંચ્યા અને યમુના આરતી કરી. આ પછી, દિલ્હી સરકારની પહેલી કેબિનેટ બેઠક શરૂૂ થઈ હતી.