For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોર્ટ પરિસરમાં પૂજા-અર્ચના ટાળો: જસ્ટિસ ઓકા

11:50 AM Mar 07, 2024 IST | Bhumika
કોર્ટ પરિસરમાં પૂજા અર્ચના ટાળો  જસ્ટિસ ઓકા
  • કોર્ટ બિલ્ડિંગના ભૂમિપૂજન વખતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય ઓકાએ કહ્યું, દીપ પ્રાગટ્યના બદલે બંધારણની નકલ સમક્ષ નમન કરવું જોઈએ

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અભય ઓકાએ કાયદાકીય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને એટલે કે વકીલો અને ન્યાયાધીશોને સલાહ આપી છે કે, તેઓ કોર્ટ પરિસરમાં પૂજા-અર્ચના કરવાનું ટાળે. સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે, કાયદાકીય વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ કોઈપણ કાર્યની શરૂૂઆત બંધારણની નકલ સામે નમીને કરવી જોઈએ. કોર્ટ પરિસરમાં દીપ પ્રાગટ્ય અને પૂજા-અર્ચના કરવી જોઈએ નહીં. જસ્ટિસ ઓકાએ આવી સલાહ સોમવારે મહારાષ્ટ્રના પૂણેમાં પિંપરી-ચિંચવાડમાં એક નવા કોર્ટ બિલ્ડિંગના ભૂમિપૂજન દરમિયાન આપી હતી.

Advertisement

જજ અભય એસ ઓકાએ જણાવ્યું હતું કે, કાયદાકીય સમુદાયે ડો. બાબાસાહેબ આંબેડકરની માનસિકતા અપનાવવી જોઈએ અને ધાર્મિક વિધિઓને બદલે મુખ્ય બંધારણીય સિદ્ધાંતો પર ભાર મૂકવો જોઈએ. તેમણે કહ્યું, આપણે ન્યાયતંત્ર સાથે સંબંધિત કોઈપણ કાર્યક્રમ દરમિયાન પૂજા અથવા દીવા પ્રગટાવવા જેવી ધાર્મિક વિધિઓ બંધ કરવી પડશે. તેના બદલે, આપણે બંધારણની નકલ રાખવી જોઈએ અને કોઈપણ કાર્યક્રમ શરૂૂ કરવા પહેલાં તેની આગળ નમવું જોઈએ. આપણે આપણાં બંધારણ અને તેના મૂલ્યોનું સન્માન કરવા માટે આ નવી શરૂૂઆત કરવાની જરૂૂર છે.

આ કાર્યક્રમમાં ભાષણ દરમિયાન જસ્ટિસ બીઆર ગવઈએ પણ સુપ્રીમ કોર્ટના જજ ઓકાની આવી સલાહ પર સહમતી દર્શાવી હતી. તેમણે કહ્યું કે, ઓકાએ ખૂબ સારું સૂચન આપ્યું છે. તેમણે ઉમેર્યું, કોઈ ખાસ ધર્મની પૂજા-અર્ચના કરવાના બદલે આપણે આપણાં હાથે કોદાળી લઈને પાયો ગાળવા નિશાન કરવું જોઈએ. આપણે આપણાં સાથીદાર અનિલ કિલોરેના સૂચન મુજબ દીપ પ્રાગટ્ય સમારોહને બદલે છોડને પાણી પીવડાવીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવું જોઈએ. તેનાથી પર્યાવરણને લઈને સમાજમાં સારો સંદેશ જશે.

Advertisement

‘જયાં ધર્મ છે, ત્યાં જ વિજય છે’ એ સૂત્ર બદલો
નોંધનીય છે કે, એક અઠવાડિયાની અંદર કથિત ધાર્મિક જોડાણો અંગે ન્યાયતંત્ર તરફથી આ સતત બીજી ટિપ્પણી છે. અગાઉ 28 ફેબ્રુઆરીએ પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’ના એક કાર્યક્રમ દરમિયાન રિટાયર્ડ જસ્ટિસ જોસેફે સલાહ આપી હતી કે, સુપ્રીમ કોર્ટના આદર્શ વાક્યને બદલી નાખવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, (જ્યાં ધર્મ છે, ત્યાં જ વિજય છે)ને બદલી નાખવું જોઈએ. કારણ કે ‘સત્ય જ બંધારણ છે, જ્યારે ધર્મ હંમેશા સત્ય નથી હોતો.’ સમયની જરૂૂરિયાત મુજબ પોતાની ફરજ નિભાવવી એ ધર્મ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement