ઓટો ક્ષેત્ર ટોપ ગિયરમાં; વેચાણમાં રેકોર્ડબ્રેક વધારો
GST દરમાં ઘટાડાથી બૂસ્ટર ડોઝ: રોયલ એનફિલ્ડના વેચાણમાં 43% અને ટાટા મોટર્સ પેસેન્જર વાહનમાં 47%નો વધારો
તહેવારોની મોસમની શરૂૂઆત અને GST 2.0 સુધારાની અસરથી સપ્ટેમ્બર 2025માં ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગમાં મજબૂત ગતિ આવી છે, જેમાં ઘણા ઓટોમેકર્સે બે આંકડાની વૃદ્ધિ અને રેકોર્ડબ્રેક વેચાણ નોંધાવ્યું છે. પેસેન્જર વાહનો અને ટુ-વ્હીલર્સથી લઈને ટ્રેક્ટર અને કોમર્શિયલ વાહનો સુધી, ગ્રાહકોની ઉત્સાહી ભાવના અને મજબૂત નિકાસને કારણે, વિવિધ શ્રેણીઓમાં માંગમાં વધારો થયો છે.
રોયલ એનફિલ્ડે તેનું અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ 1,24,328 યુનિટ નોંધાવ્યું છે, જે ગયા વર્ષે 86,978 યુનિટ કરતાં 43 ટકા વધુ છે. સ્થાનિક વેચાણ 1,13,573 યુનિટ સુધી વધ્યું, જ્યારે નિકાસ 41 ટકા વધીને 10,755 યુનિટ થઈ. કંપનીએ પહેલી વાર માસિક 1 લાખ રિટેલ વોલ્યુમનો સીમાચિહ્ન પાર કર્યો.
અશોક લેલેન્ડે સપ્ટેમ્બરમાં કુલ વેચાણમાં 9 ટકાનો વધારો નોંધાવ્યો હતો જે 18,813 યુનિટ હતો. સ્થાનિક વેચાણ 7 ટકા વધીને 17,209 યુનિટ થયું હતું. હળવા વાણિજ્યિક વાહનોના વેચાણમાં 15 ટકાનો વધારો થયો હતો, જ્યારે મધ્યમ અને ભારે વાહનોમાં 3 ટકાનો સાધારણ વધારો થયો હતો.
ટાટા મોટર્સે તેનું અત્યાર સુધીનું સૌથી વધુ માસિક પેસેન્જર વાહન વેચાણ 60,907 યુનિટ નોંધાવ્યું હતું, જે વાર્ષિક ધોરણે 47 ટકાનો વધારો દર્શાવે છે. EV વેચાણ 96 ટકા વધીને 9,191 યુનિટ થયું હતું, જ્યારે CNG વાહનો 17,800 યુનિટથી વધુના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા હતા. નેક્સને 22,500 યુનિટના રેકોર્ડ વેચાણ સાથે રેલીનું નેતૃત્વ કર્યું હતું. વાણિજ્યિક વાહનોનું વેચાણ પણ 19 ટકા વધીને 35,862 યુનિટ થયું.
બજાજ ઓટોએ સપ્ટેમ્બરમાં કુલ વેચાણ 9 ટકા વધીને 5,10,504 યુનિટ નોંધ્યું, જે એક વર્ષ અગાઉ 4,69,531 યુનિટ હતું. સ્થાનિક વેચાણ 4 ટકા વધીને 3,25,252 યુનિટ થયું, જ્યારે નિકાસ 18 ટકા વધીને 1,85,252 વાહનો થઈ. સ્થાનિક બજારમાં ટુ-વ્હીલરનું વેચાણ 5 ટકા વધીને 2,73,188 યુનિટ થયું.
ટોયોટા કિર્લોસ્કર મોટરનું વેચાણ 16 ટકા વધીને 31,091 યુનિટ થયું, જે સપ્ટેમ્બર 2024માં 26,847 યુનિટ હતું. આમાંથી, સ્થાનિક બજારમાં 27,089 યુનિટ વેચાયા હતા, જ્યારે નિકાસ 4,002 યુનિટ રહી હતી. કંપનીએ આ વૃદ્ધિને GST સુધારા અને તહેવારોની માંગને આભારી ગણાવી.
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ સપ્ટેમ્બરમાં કુલ વેચાણમાં 10 ટકાનો વધારો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષે 64,201 યુનિટ હતો. સ્થાનિક વેચાણ લગભગ 51,547 યુનિટ પર સ્થિર રહ્યું હતું, જ્યારે નિકાસ 44 ટકા વધીને 18,800 યુનિટ થઈ હતી - જે 33 મહિનામાં સૌથી વધુ છે. કંપનીએ તેનું અત્યાર સુધીનું સૌથી વધુ માસિક જઞટ વેચાણ પણ નોંધાવ્યું હતું, જેમાં ક્રેટા અને વેન્યુ અગ્રણી હતા.
મહિન્દ્રા અને મહિન્દ્રાએ કુલ વેચાણમાં 16 ટકાનો વધારો નોંધાવ્યો હતો જે 1,00,298 યુનિટ હતું. પેસેન્જર વાહનોનું વેચાણ 10 ટકા વધીને 56,233 યુનિટ થયું હતું, જ્યારે નિકાસ 43 ટકા વધીને 4,320 યુનિટ થઈ હતી. તહેવારોની મજબૂત માંગ, સ્વસ્થ ખરીફ આગાહી અને ચોમાસાના સમર્થનને કારણે ટ્રેક્ટરનું વેચાણ 49 ટકા વધીને 66,111 યુનિટ થયું હતું.
JSW MG મોટર ઇન્ડિયાએ સપ્ટેમ્બરમાં 6,728 યુનિટનું વેચાણ નોંધાવ્યું હતું, જે ગયા વર્ષે 5,021 યુનિટ કરતાં 34 ટકા વધુ હતું. GST ઘટાડા અને તહેવારોની મોસમની માંગને કારણે ICE અને EV મોડેલ બંનેએ આ વૃદ્ધિમાં ફાળો આપ્યો હતો.
મારુતિ સુઝુકી ઇન્ડિયાએ કુલ વેચાણમાં 3 ટકાનો વધારો નોંધાવ્યો હતો જે એક વર્ષ પહેલા 1,84,727 યુનિટ હતું. જ્યારે નિકાસ 27,728 યુનિટથી વધીને 42,204 યુનિટ થઈ હતી, ત્યારે લોજિસ્ટિક્સ અવરોધોને કારણે સ્થાનિક પીવી વેચાણ 8 ટકા ઘટીને 1,32,820 યુનિટ થયું હતું. બલેનો અને સ્વિફ્ટ જેવી કોમ્પેક્ટ કારોએ વેગ પકડ્યો હતો, પરંતુ યુટિલિટી વાહનો અને વાન્સમાં ઘટાડો નોંધાયો હતો.