ઓટો ડ્રાઇવરની પુત્રી વર્લ્ડ બોક્સિગં ચેમ્પિયનશીપની ફાઇનલમાં
મીનાક્ષી હુડ્ડાએ 48 કિલોગ્રામની સ્પર્ધામાં કોરિયાની બેકચો-રોંગને 5-0થી હરાવી
ગ્રેટર નોઈડાના શહીદ વિજય સિંહ પથિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલી રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓટો ડ્રાઇવરની પુત્રી મીનાક્ષી હુડ્ડા પહોંચી ગઈ છે. મીનાક્ષી (48 કિલોગ્રામ) એ કોરિયાની બેક ચો-રોંગને 5-0 થી હરાવી. આંતરરાષ્ટ્રીય સ્તરે વાપસી કરતી અરુંધતી ચૌધરીએ ત્રણ વખતની વર્લ્ડ કપ મેડલ વિજેતા લિયોની મુલરને હરાવી. મીનાક્ષી, અંકુશ પંઘાલ, પરવીન અને નુપુર બધાએ ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અરુંધતી દોઢ વર્ષ પછી સ્પર્ધા કરી રહી હતી. તેણીએ શરૂૂઆતના બંને રાઉન્ડ સંપૂર્ણ આક્રમકતા સાથે જીત્યા. તેણીએ બીજા રાઉન્ડમાં જર્મન ખેલાડીને પછાડી દીધી. અરુંધતીએ કહ્યું, હું દોઢ વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પાછી ફરી છું, અને છજઈ માં જીત સાથે પરત ફરવાનો મને ખૂબ આનંદ છે. શરૂૂઆતમાં હું થોડી નર્વસ હતી, કારણ કે મારો છેલ્લો આંતરરાષ્ટ્રીય અનુભવ પેરિસ (ઓલિમ્પિક 2024) ક્વોલિફાયરમાં હારનો હતો, ત્યારબાદ મેં કાંડાની સર્જરી કરાવી.
અંકુશ પંઘાલ (80 કિગ્રા) એ ઓસ્ટ્રેલિયાના માર્લોન સેવહોનને 5-0 થી હરાવ્યો, જ્યારે નુપુર (80 કિગ્રા) એ યુક્રેનની મારિયા લવચિન્સ્કાને હરાવી. પરવીન (60 કિગ્રા) એ દિવસનો સૌથી મોટો અપસેટ સર્જ્યો, પોલેન્ડની વર્લ્ડ બોક્સિંગ કપ સિલ્વર મેડલ વિજેતા રાયગેલ્સ્કા અનેતા એલ્ઝબીટાને નજીકની સ્પર્ધામાં હરાવીને, તેણીની મજબૂત રિંગ હાજરી દર્શાવી.
પ્રીતિ (54 કિગ્રા) ને ઓલિમ્પિક મેડલ વિજેતા અને ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન હુઆંગ હ્સિયાઓ-વેન સામે કઠિન પડકારનો સામનો કરવો પડશે, જ્યારે સવિતી બોરા (75 કિગ્રા) ઓસ્ટ્રેલિયાની એમ્મા-સુ ગ્રેટ્રી સામે રમશે. નરિન્દર અને નવીન પણ ફાઇનલમાં પહોંચવા માટે પ્રયત્નશીલ રહેશે. અભિનાશ જામવાલ યુક્રેનના એલ્વિન અલીયેવ સામે પોતાના અભિયાનની શરૂૂઆત કરશે.
મીનાક્ષીની સિદ્ધિઓ
2017માં જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ જીતી. 2019માં યુથ નેશનલ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન મેળવ્યું. 2021માં સિનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. 2022માં એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. 2022ની નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. 2024માં બ્રિક્સ ગેમ્સ અને એલોર્ડા કપમાં ગોલ્ડ મેડલ જીત્યો. સપ્ટેમ્બરમાં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો.