રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અંડર-19 વર્લ્ડ કપમાં ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન, કરોડો ભારતીયો નિરાશ

01:23 PM Feb 12, 2024 IST | Bhumika
Advertisement

ટીમ ઇન્ડિયાની બેટિંગ લાઇન સંપૂર્ણપણે ફ્લોપ

Advertisement

ઓસ્ટ્રેલિયાએ 8 મહિનામાં ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવાનું ભારતનું સપનું તોડી નાખ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ઓડીઆઇ વર્લ્ડ કપ બાદ હવે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 રને હરાવ્યું છે. દક્ષિણ આફ્રિકાના બેનોનીમાં રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને મોટા અંતરથી હરાવ્યું અને ઉદય સહારનની કેપ્ટનશીપમાં શાનદાર રમત રમી રહેલી ટીમ ઈન્ડિયાનું સપનું ચકનાચૂર થઈ ગયું.

ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 રનથી હરાવીને 14 વર્ષ બાદ વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 253 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને અંતિમ મેચ હારી ગઈ હતી. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની આ પહેલી હાર છે, પરંતુ તે હાર પણ ફાઈનલ મેચમાં જ મળી હતી.

ઈન્ડિયાની બેટિંગ સંપૂર્ણપણે દબાણમાં જોવા મળી હતી અને ફ્લોપ રહી હતી. ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ ત્રીજી ઓવરમાં પડી અને તે પછી એક રીતે દરેક બેટ્સમેન થોડા સમય પછી આઉટ થઈને ચાલ્યા ગયા. માત્ર આદર્શ સિંહ 47 રન બનાવીને ભારત તરફથી ટોપ બેટ્સમેન બન્યો હતો. જ્યારે આ વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ત્રણ બેટ્સમેન ઉદય સહારન, મુશીર ખાન અને સચિન ધાસા ફાઈનલ મેચમાં નિષ્ફળ રહ્યા હતા. ફાઇનલમાં મુશીર ખાન 22 રન બનાવીને આઉટ થયો હતો, ઉદય સહારન 8 રન બનાવીને અને સચિન ધસ 9 રન બનાવીને આઉટ થયો હતો અને આ સાથે ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું હતું.અંતે, મુરુગન અભિષેક (42) અને નમન તિવારીએ (14) ટીમ ઈન્ડિયા માટે થોડી લડત આપી, પરંતુ સ્કોર એટલો મોટો હતો કે તે પૂરતો નહોતો. ભારતીય ટીમ 43.5 ઓવરમાં 174 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને 79 રનથી મેચ હારી ગઈ હતી.ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર વર્લ્ડ કપ ફાઇનલમાં સારું પ્રદર્શન કર્યું છે. સેમ કોન્ટાસને બાદ કરતાં અન્ય તમામ બેટ્સમેનોએ ફાઇનલમાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું, સેમ માત્ર શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ મેચમાં 253/7નો સ્કોર કર્યો હતો અને તેની સફળતાનું કારણ એ હતું કે ટોપ-6 બેટ્સમેનમાંથી 4એ 40થી વધુ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી હરજસ સિંહે સૌથી મોટી ઇનિંગ રમી અને 64 બોલમાં 55 રન બનાવ્યા. આ સિવાય હેરી ડિક્સને 42 રન, હ્યુજ વિબજેને 48 રન, રેયાન હિક્સે 20 રન અને ઓલિવર પીકે 46 રન બનાવ્યા હતા. ભારત તરફથી રાજ લિંબાણીએ 3 અને નમન તિવારીએ 2 વિકેટ ઝડપી હતી, આ સિવાય સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર સૌમ્યા પાંડેએ પણ 1 વિકેટ અને મુશીર ખાને પણ 1 વિકેટ ઝડપી હતી.

અંડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયનની લિસ્ટ

2024: ઓસ્ટ્રેલિયા

2022 : ભારત
2020 : બાંગ્લાદેશ
2018 : ભારત
2016 : વેસ્ટ ઈન્ડિઝ
2014 : આફ્રિકા
2012 : ભારત
2010 : ઓસ્ટ્રેલિયા
2008 : ભારત
2006 : પાકિસ્તાન
2004 : પાકિસ્તાન
2002 : ઓસ્ટ્રેલિયા
2000 : ભારત
1998 : ઈંગ્લેન્ડ
1988 : ઓસ્ટ્રેલિયા

Tags :
cricketcricket newsindiaindia newsSportssports newsUnder-19 World Cup
Advertisement
Next Article
Advertisement