શ્રીકૃષ્ણના પ્રપૌત્રએ બાંધેલુ મંદિર ઔરંગઝેબે તોડયું હતું
ઉત્તર પ્રદેશના મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અજઈં દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. હાલમાં જ એક આરટીઆઈના જવાબમાં એએસઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા બનાવવામાં કેશવ દેવ મંદિરને ઔરંગઝેબ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જો કે, આ આરટીઆઈના જવાબમાં કૃષ્ણ જન્મભૂમિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ઉત્તર પ્રદેશના મૈનપુરીના અજય પ્રતાપસિંહે આરટીઆઈ દાખલ કરીને કેશવમંદિર તોડી પાડવાના સંબંધમાં જાણકારી માગી હતી. જેનો કૃષ્ણજન્મભૂમિ પરિસરમાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ છઝઈંનો જવાબ અજઈં આગરા સર્કિલના અધિકારી તરફથી આપવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, શાહી ઈદગાહ હટાવવા માટે ચાલી રહેલ કાયદાકીય જંગમાં આ છઝઈંનો જવાબ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. મથુરાનું કેશવ દેવ મંદિર અતિ પ્રાચીન છે. ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર, આ મંદિરનું સૌ પ્રથમ નિર્માણ ભગવાન ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા કરાવવામાં આવ્યું હતું. વ્રજનાભ અનિરુદ્ધનો પુત્ર હતો. જ્યારે અનિરુદ્ધ ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમનનો પુત્ર હતો. વ્રજનાભ દ્વારા મંદિરના નિર્માણ બાગ ઘણા રાજાઓએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.