રિંગમાં રમતા સમયે જ ખેલાડીનું એટેકથી મોત
10:50 AM Feb 26, 2025 IST | Bhumika
ચંદીગઢ યુનિવર્સિટી ઘરુઆન ખાતે રાષ્ટ્રીય સંસ્થા દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા ઇન્ટર-યુનિવર્સિટી વુશુ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સ્પર્ધા દરમિયાન એક દુખદ ઘટના બની હતી જેમાં ખેલાડી મોહિત શર્મા રિંગમાં હતો તે દરમિયાન જ અચાનક પડી ગયો અને રિંગમાં જ મૃત્યુ પામ્યો.
Advertisement
ચંડીગઢમાં વુશુ ચેમ્પિયનશિપ દરમિયાન જે ખેલાડીનું મોત થયું છે તે રાજસ્થાનનો છે અને તેનું નામ મોહિત શર્મા છે. તે ચાલુ સ્પર્ધાએ જ રિંગમાં ઢળી પડ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો. જો કે મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી રેફરી ખેલાડીને ઉપાડીને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. પોસ્ટમોર્ટમ બાદ સાચું કારણ બહાર આવશે.
Advertisement
Advertisement