For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

65 વર્ષની ઉંમરે સંજય દત્તે સાત ફેરા લીધા, વીડિયો વાઇરલ

12:28 PM Oct 10, 2024 IST | Bhumika
65 વર્ષની ઉંમરે સંજય દત્તે સાત ફેરા લીધા  વીડિયો વાઇરલ
Advertisement

પૂજાના ભાગરૂપે માન્યતા સાથે જ ફેરા લીધા

બોલીવૂડના સંજુ બાબા એટલે કે સંજય દત્ત ફરી એકવાર ચર્ચામાં છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સાત ફેરા લેતો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ફેન્સ પણ પૂછી રહ્યા છે કે શું તેણે ફરીથી લગ્ન કર્યા છે? હા, તેણે સાત ફેરા લીધા છે, પરંતુ માત્ર ને માત્ર તેની ત્રીજી પત્ની માન્યતા દત્ત સાથે.
હાલમાં એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં સ્ટાર અભિનેતા સંજય દત્તા અને તેની પત્ની માન્યતા દત્ત દેખાઇ રહ્યાં છે. આ વાયરલ વીડિયો સંજય દત્તના ઘરનો જ હોવાનું કહેવાય છે.

Advertisement

તાજેતરમાં જ ઘરના રિનોવેશનનું કામ પૂર્ણ થયું છે, જેના માટે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજા સમારોહમાં સંજુ બાબા અને માન્યતાએ પરિક્રમા એટલે કે ફેરા ફર્યા હતા, ખરેખરમાં આ પૂજાની એક વિધિ હતી. સંજયે ભગવા -કેસરી રંગનો કુર્તા-પાયજામો પહેર્યા છે, તો માન્યતા પણ સાદા કપડામાં જોવા મળી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement