યુપી વિધાનસભામાં મહાકુંભ વિરૂધ્ધ અસ્થિકુંભ
સપાના ધારાસભ્ય સાઈકલ પર અસ્થિકુંભ લઇ પહોંચ્યા: મહાકુંભમાં અવ્યવસ્થાથી લઇ નાસભાગના મરણાંક સામે સવાલ
ઉત્તર પ્રદેશ વિધાનસભાના બજેટ સત્રના પહેલા જ દિવસે સમાજવાદી પાર્ટીએ યોગી સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. પાર્ટીના નેતાઓએ મહાકુંભની નાસભાગ, મિલ્કીપુર પેટા ચૂંટણીમાં કથિત ગોટાળા, પેપર લીક વગેરે જેવા મુદ્દાઓ પર કડક વલણ દર્શાવ્યું છે.
આ દરમિયાન સપાના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય શિવપાલ સિંહ યાદવે મહાકુંભને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું કે 144 વર્ષ પછી કુંભ આવવાનો શાસ્ત્રોમાં ક્યાંય ઉલ્લેખ નથી, જો હોય તો આ લોકોએ જણાવવું જોઈએ. બીજી તરફ, સપાના ધારાસભ્ય આસુતોશ સિંહ સાયકલ પર સવાર થઇઅસ્થિકુંભ સાથે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે તે લોકશાહીના મંદિરમાં નૈતિકતાનો કળશ સ્થાપિત કરશે. કસમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે કહ્યું, પીઆર માટે સરકારી નાણાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, આવી સરકારે રાજીનામું આપવું જોઈએ. અરાજકતા પ્રવર્તી રહી છે. શિવપાલે આરોપ લગાવ્યો કે સરકાર સનાતન ધર્મનું નાટક કરીને લોકોની આસ્થા સાથે રમત રમી રહી છે. સરકારનો વાસ્તવિક ઉદ્દેશ્ય જનતાના વિશ્વાસનું શોષણ કરવાનો છે.
આ લોકોને શ્રદ્ધા સાથે કોઈ લેવાદેવા નથી.સપા નેતાએ રેલ્વે મંત્રી વિરુદ્ધ ટિપ્પણી કરી અને કહ્યું કે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. આ મામલે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શિવપાલે મહાકુંભમાં થયેલી નાસભાગ અને તેમાં થયેલા મૃત્યુના આંકડા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે સરકાર આ અંગે મૌન છે. અમે યુપી વિધાનસભામાં આવા તમામ મુદ્દાઓ અંગે સરકારને પ્રશ્નો પૂછી શકું.
રાજયપાલના સંબોધનમાં હોબાળો
ઉત્તર પ્રદેશ વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે મંગળવારે સમાજવાદી પાર્ટી (એસપી)ના સભ્યોએ વિધાનસભા સંકુલમાં ચૌધરી ચરણ સિંહની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાથમાં બેનરો અને પ્લેકાર્ડ લઈને સપાના સભ્યો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. લાકડીઓ અને ગોળીઓની સરકાર નહીં ચાલે, નહીં ચાલેથ અને અનામત વિરોધી, દલિત વિરોધી, બંધારણ વિરોધી સરકાર નહીં ચાલે, નહીં ચાલે. સપા ધારાસભ્ય અતુલ પ્રધાન પોતાને સાંકળોથી બાંધીને વિધાનસભા પહોંચ્યા અને વિરોધ કર્યો. રાજ્યપાલના સંબોધન બાદ થયેલા હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી બપોરે 12.30 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.