રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અશ્વિનનો રેકોર્ડ, ઇંગ્લેન્ડ વિરૂધ્ધ સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો

01:25 PM Feb 06, 2024 IST | Bhumika
Advertisement

ચંદ્રશેખરનો 45 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો

Advertisement

ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચની સીરીઝની બીજી મેચ પોતાના નામે કરી છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ ટીમ ઈન્ડિયાએ 106 રનથી જીતી લીધી છે. આ જીતની સાથે જ સીરીઝમાં ભારત 1-1ની બરોબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડે હૈદરાબાદમાં રમાયેલી પહેલી મેચમાં જીત નોંધાવી હતી. ભારતે બીજી ટેસ્ટમાં દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને કુલ 3 વિકેટ લીધી. તેણે આ મેચ દરમિયાન એક મોટી ઉપલબ્ધિ મેળવી હતી.

અશ્વિન ઈંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો. તેણે આ મામલે પૂર્વ સ્પિનર ભાગવત ચંદ્રશેખરને પાછળ છોડ્યા છે. અશ્વિને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 21 ટેસ્ટમાં 97 વિકેટ લીધી છે. ચંદ્રશેખરે 1964થી 1979 વચ્ચે 23 ટેસ્ટમાં 95 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડના બેન ડકેટને આઉટ કરીને તેણે ચંદ્રશેખરના 45 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે. હવે તેઓ ઈંગ્લિશ ટીમ વિરુદ્ધ 100 વિકેટ પૂરી કરવામાં માત્ર 3 વિકેટ જ દૂર છે.

અશ્વિનની પાસે વિશાખાપટ્ટનમમાં ચાર વિકેટ લઈને એક મોટી ઉપલબ્ધિ મેળવવાનો ચાન્સ હતો. તે 500 વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બની શક્યો હતો પરંતુ એવું ન થયું. તેના નામે હવે 97 ટેસ્ટમાં 499 વિકેટ છે. અશ્વિનને હવે 500 વિકેટ પૂરી કરવામાં ઓછામાં ઓછા 10 દિવસની રાહ જોવી પડશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમ ચારેય ઈનિંગમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે પહેલી ઈનિંગમાં 396 અને બીજી ઈનિંગમાં 255 રન કર્યા. તો ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 253 અને બીજી ઈનિંગમાં 292 રન કર્યા. ભારતમાં રમાયેલી ટેસ્ટ મેચમાં આવું પહેલી વખત થયું જ્યારે બંને ટીમોએ પોતાની બંને ઈનિંગમાં 250થી વધુ રન બનાવ્યા હોય અને ઓલઆઉટ થઈ ગઈ.

Tags :
cricketcricket newsindiaindia newsSportssports news
Advertisement
Next Article
Advertisement