અશ્વગંધા આરોગ્ય માટેનું આયુર્વેદિક રત્ન
અશ્વગંધા શું છે?
અશ્વગંધા એ એક ઔષધિ ગણાયેલી ઋતુપર્ણ વનસ્પતિ છે જેનો ઉપયોગ આયુર્વેદિક ચિકિત્સામાં હજારો વર્ષોથી થતો આવ્યો છે. આ છોડ મુખ્યત્વે ભારત, નેપાળ, શ્રીલંકા અને મધ્ય પૂર્વીય પ્રદેશોમાં જોવા મળે છે. તેના મૂળને સૌથી વધુ ઔષધીય ગણવામાં આવે છે. નઅશ્વગંધાથ શબ્દનો અર્થ છે નઅશ્વ (ઘોડો) જેવી ગંધ ધરાવતીથ જે તેની મૂળમાંથી આવતી ખાસ સુગંધને દર્શાવે છે.
અશ્વગંધા આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં ભારતીય જિનસેંગ તરીકે પણ ઓળખાય છે. અશ્વગંધાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે, તે લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરે છે. આ સિવાય હાઈપરટેન્શનના દર્દીઓ માટે અશ્વગંધાનું સેવન કરવાના વિશેષ ફાયદા છે. એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોવાને કારણે તે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તેમજ માનસિક વિકાર જેમ કે તણાવ અને ચિંતામાંથી પણ રાહત આપે છે. વાત અને કફદોષને સંતુલિત કરે છે.
અશ્વગંધાના આરોગ્યલાભો
1. માનસિક શાંતિ અનેતણાવ નિવારણ:
અશ્વગંધાના ઉપયોગથી કોર્ટેસોલ (તણાવ હોર્મોન)નું સ્તર ઘટે છે. તે માઇન્ડને શાંત રાખે છે, ડિપ્રેશન, ચિંતા અને ઊંઘ ન આવવાની સમસ્યામાં રાહત આપે છે.
2. શારીરિક તાકાત અને ફિટનેસ:
અશ્વગંધા શરીરમાં સ્ટેમિના વધારવા માટે જાણીતી છે. આથલેટ્સ અને જીમ કરતા લોકો માટે તે નૈસર્ગિક સપૂલમેન્ટ તરીકે કામ કરે છે.
3. પ્રજનન ક્ષમતા અને યૌન તાકાતમાં વધારો:
પુરુષોમાં સ્પર્મની ગુણવત્તા અને સંખ્યામાં વધારો થાય છે. મહિલાઓમાં હોર્મોનલ અસંતુલન સુધરવામાં મદદરૂૂપ બને છે.
4. હાર્ટ અને બ્લડ સુગરનું નિયંત્રણ:
અશ્વગંધા ધમનીઓને આરામ આપે છે, બ્લડપ્રેશર ઓછું કરે છે અને ઇન્સુલિન સંવેદનશીલતામાં વધારો કરે છે જેનાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે.
5. મગજ માટે બ્રેઇન ટોનિક:
માનસિક થાક, યાદશક્તિ ઘટવી, એકાગ્રતામાં અછત જેવી સ્થિતિમાં અશ્વગંધા લાભદાયી છે. વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.
6. ઇમ્યુનિટને મજબૂત બનાવે છે:
અશ્વગંધા શરીરના કોષોની પુન:ઉત્પત્તિને તેજ આપે છે અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. ખાસ કરીને ગંભીર બીમારીઓ પછી સાજા થવામાં ઉપયોગી છે.
7. કેન્સર સામે સહાયક:
આધુનિક સંશોધન મુજબ, અશ્વગંધામાં આવેલા વિથેફેરિન-અ જેવા ઘટકો કેન્સરના કોષોની વૃદ્ધિને ધીમી પાડે છે. જો કે, તેનું આયુર્વેદિક દૃષ્ટિકોણથી પૂરક ઉપચારરૂૂપે જ ઉપયોગ થવો જોઈએ.
અશ્વગંધાની આડ અસરો
જો અશ્વગંધાનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો તે મોટાભાગના લોકો માટે સુરક્ષિત છે. તે જ સમયે, જો તેનું વધુ પડતું અથવા સતત લાંબા સમય સુધી સેવન કરવામાં આવે તો, તે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમાં પેટમાં દુખાવો, ઉબકા, ઉલટી અને ઉબકા વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક લોકોને અશ્વગંધાથી એલર્જી પણ થઈ શકે છે અને તે અન્ય દવાઓ સાથે શરીરમાં પ્રતિક્રિયા પણ કરી શકે છે. તેથી, જો તમે પહેલીવાર અશ્વગંધાનું સેવન કરવા જઈ રહ્યા છો, તો તમારે તેના વિશે ડોક્ટરને પૂછવું જોઈએ.
અશ્વગંધાનો ઉપયોગ કેવી રીતે કરવો
આયુર્વેદમાં હજારો વર્ષોથી અશ્વગંધાનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટે થાય છે. આજકાલ, બજારમાં આવા ઘણા ઉત્પાદનો જોવા મળે છે, જેમાં અશ્વગંધાનો ઉપયોગ ઘટક તરીકે થાય છે. અશ્વગંધાનું સેવન નીચે મુજબ કરી શકાય છે.
અશ્વગંધા પાવડરને પાણી અથવા દૂધમાં ભેળવીને તેનું સેવન કરી શકાય છે.
અશ્વગંધાનું સેવન મધ અથવા ઘી સાથે મેળવીને કરી શકાય છે.
આ શક્તિશાળી દવાને અન્ય શાકભાજી સાથે ભેળવીને ચા, સૂપ અથવા ઉકાળો બનાવતી વખતે ખાઈ શકાય છે.
અશ્વગંધા કેપ્સ્યુલ્સ પણ ઉપલબ્ધ છે જેનું સેવન કરી શકાય છે.
અશ્વગંધા માત્ર એક ઔષધીય છોડ નથી, પરંતુ આપણા જીવન માટે એક શક્તિશાળી સહાયક છે. તે શરીરને નવેંદ્રિત કરે છે, મનને શાંત કરે છે અને આખા શરીરનું સંતુલન પુન:સ્થાપિત કરે છે. આયુર્વેદમાં અશ્વગંધાને નરસાયનથ માનવામાં આવે છે એટલે કે લંબાયેલી આયુષ્ય અને યુવાનીનો સ્ત્રોત.