આર્યનના પેન્સિલ ટાવરને ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
10:51 AM May 02, 2025 IST
|
Bhumika
Advertisement
રાજસ્થાનના સિકરમાં રહેતા આર્યન શર્મા નામના જાતજાતની પેન્સિલો કલેક્ટ કરવાના શોખીન યુવાને પેન્સિલને ઉપરાઉપરી ગોઠવીને એમાંથી એક ટાવર બનાવ્યો છે. તેણે ચાર પેન્સિલોથી એક ચોરસ બનાવ્યું છે અને એની ઉપર ચાર-ચાર પેન્સિલોનું લેયર ઉમેરતો જાય છે. આમ કરીને તે પોતાની હાઇટ કરતાં લગભગ ત્રણગણી હાઇટનો પેન્સિલનો ટાવર બનાવી નાખે છે.
Advertisement
લગભગ ચાર મીટર જેટલો અને ચોક્કસ માપ મુજબ 13 ફુટ 18 ઇંચ ઊંચો ટાવર આર્યન શર્માએ બનાવ્યો હતો જેને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સૌથી ઊંચા પેન્સિલ ટાવરનો ખિતાબ મળ્યો હતો.
Next Article
Advertisement