રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આર્ટિકલ 370માં વડાપ્રધાનનો રોલ કરશે અરૂણ ગોવિલ

01:03 PM Feb 09, 2024 IST | Bhumika
Advertisement

યામી ગૌતમની અપકમિંગ ફિલ્મ આર્ટિકલ 370નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ટ્રેલરમાં જ્યાં ઈન્ટેલિજન્સ ઓફિસર જૂની હક્સરના રોલમાં યામી ગૌતમ જોવા મળી રહી છે. તો રામાનંદ સાગરની રામાયણ સીરીયલમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકામાં દેખાશે. લોકો અરુણ ગોવિલને વડાપ્રધાન મોદીના રોલમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તો ગૂગલ પર તે સર્ચ કરવા લાગ્યા કે આ ફિલ્મમાં ગૃહ મંત્રી અમિત શાહની ભૂમિકા કોણે ભજવી છે. ઈંખઉઇના રિપોર્ટ મુજબ ગૃહ મંત્રી અમિત શાહની ભૂમિકા કિરણ કરમકરે ભજવી છે. કિરણ કરમકર, બિગ બોસ 17ની સભ્ય રિન્કૂ ધવનના એક્સ હસબન્ડ છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે સરકારે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં ફિલ્મમાં તે પણ દેખાડવામાં આવ્યું છે કે આર્ટિકલ 370 લાગુ હતું ત્યારે આતંકવાદને કારણે વેલીમાં કેવી સ્થિતિ હતી. આ ફિલ્મ સિનેમાઘરમાં 23 ફેબ્રુઆરીએ રજૂ થશે. આ ફિલ્મમાં યામી ગૌતમ, અરુણ ગોવિલ, કિરણ કરમકર ઉપરાંત પ્રિયા મણિ, વૈભવ તત્વવાદી, સ્કંદ ઠાકુર, અશ્વિની કૌલ, દિવ્યા સેઠ શાહ અને ઈરાવતી હર્ષે માયાદેવ છે.

Advertisement

Tags :
Article 370EntertainmentEntertainment news
Advertisement
Next Article
Advertisement