પ્રેમાનંદજી મહારાજની આબેહૂબ સિલિકોન મૂર્તિ બનાવી કલાકારે
10:59 AM Nov 03, 2025 IST
|
admin
Advertisement
વિશાલ પ્રજાપતિ નામના કલાકારે વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજ એકદમ જીવંત લાગે એવી મૂર્તિ સિલિકોનમાંથી તૈયાર કરી છે. પહેલી નજરે આ મૂર્તિ છે કે ખરેખર પ્રેમાનંદજી એ કહેવામાં મુશ્કેલી પડે એટલી હૂબહૂ નકલ કરી છે. તેમના ચહેરા પરના ભાવો એટલા સાચકલા છે કે જાણે મૂર્તિ જીવંત થઈ ઊઠી હોય. ચહેરા પરની પ્રત્યેક કરચલી, ભાવ અને આંખોમાં કરુણાનો ભાવ ધરાવતી મૂર્તિ જોઈને ભલભલા કહી ઊઠશે કે આ મૂર્તિ નહીં, આસ્થાનો અનુભવ છે. સોશ્યલ મીડિયા હેન્ડલ પર વિશાલ પ્રજાપતિના કામની પ્રેમાનંદજીના ભક્તોએ ખૂબ સરાહના કરી હતી.
Advertisement
Next Article
Advertisement