અર્શદીપની શાનદાર બોલિંગ, ટીમ ઈન્ડિયાએ 11 રને આફ્રિકાને હરાવ્યું
તિલકે 56 બોલમાં 107 રન ફટકાર્યા, સીરીઝમાં 2-1થી ભારતની લીડ
ભારતીય ટીમે ત્રીજી ટી20 મેચમાં સાઉથ આફ્રિકાને 11 રને હરાવી સીરીઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તિલક વર્માએ શાનદાર સદી ફટકારી હતી, જ્યારે અર્શદીપ સિંહે ડેથ ઓવરોમાં સારી બોલિંગ કરી હતી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 25 રનની જરૂૂર હતી.
પરંતુ અર્શદીપે ધીરજપૂર્વક બોલિંગ કરી અને માત્ર 13 રન આપ્યા અને સારી બેટિંગ કરી રહેલા માર્કો જેન્સનની વિકેટ પણ લીધી. આ વિકેટ બાદ દક્ષિણ આફ્રિકાની હાર લગભગ નિશ્ચિત હતી. તેણે છેલ્લા બે બોલમાં માત્ર બે રન આપ્યા અને અંતે જીત ભારતને મળી.
દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી20 મેચમાં ભારતીય ટીમની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે સંજુ સેમસન ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી અભિષેક શર્મા અને તિલક વર્માએ રન બનાવવાની જવાબદારી લીધી. તિલકે 56 બોલમાં 107 રન બનાવ્યા જેમાં 8 ફોર અને 7 સિક્સ સામેલ હતી. અભિષેકે 50 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફરી એક વખત ફ્લોપ રહ્યો હતો અને માત્ર એક રન બનાવી શક્યો હતો. હાર્દિક પંડ્યાએ 18 રન અને રમનદીપ સિંહે 15 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ 219 રન બનાવવામાં સફળ રહી હતી. આફ્રિકા તરફથી કેશવ મહારાજે બે વિકેટ ઝડપી હતી.
હેનરિક ક્લાસેન સિવાય માર્કો જેન્સને અડધી સદી ફટકારી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ સારી શરૂૂઆત કરી હતી પરંતુ તેને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યા ન હતા. ઓપનર રેયાન રિકલ્ટને 20 રન અને રીઝા હેન્ડ્રીક્સે 21 રન બનાવ્યા હતા. સુકાની એડન મેકક્રામ સારી શરૂૂઆત બાદ ફરી એકવાર પેવેલિયન પરત ફર્યો હતો અને માત્ર 29 રન બનાવી શક્યો હતો. માર્કે યાનસને 54 રનની ઇનિંગ રમી હતી. ક્લાસને 41 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ આફ્રિકન ટીમ ટાર્ગેટથી 11 રન ઓછા રહી ગઈ હતી અને 20 ઓવરમાં 208 રન જ બનાવી શકી હતી.
ભારત માટે અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. અર્શદીપે 18મી ઓવરમાં માત્ર 8 રન આપ્યા હતા અને ત્યારબાદ તેણે શાનદાર બેટિંગ કરી રહેલા હેનરિક ક્લાસેનની વિકેટ પણ લીધી હતી, જે તે સમયે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. આ પછી તેણે 20મી ઓવરમાં 13 રન આપી માર્કો જેન્સનને પેવેલિયન મોકલી દીધો હતો. વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ પોતાના નામે કરી હતી. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી.