For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંદેશખાલી કેસનો મુખ્ય આરોપી TMC નેતા શેખ શાહજહાંની ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરાશે; 55 દિવસથી ફરાર હતો

10:30 AM Feb 29, 2024 IST | Bhumika
સંદેશખાલી કેસનો મુખ્ય આરોપી tmc નેતા શેખ શાહજહાંની ધરપકડ  આજે કોર્ટમાં રજૂ કરાશે  55 દિવસથી ફરાર હતો

Advertisement

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં હિંસાના મુખ્ય આરોપી અને TMC નેતા શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી છે. તે ઘણા દિવસોથી ફરાર હતો. ભાજપે ટીએમસી સરકાર પર શેખને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. શાહજહાં ખાનની પશ્ચિમ બંગાળ પોલીસે સરબેરીયા વિસ્તારથી ગઈ કાલે રાત્રે ધરપકડ કરી. તમને જણાવી દઈએ કે ટીએમસી નેતા લગભગ 57 દિવસથી ફરાર હતા.સૂત્રો અનુસાર બંગાળ પોલીસ તેને આજે જ કોર્ટમાં રજૂ કરશે. ઈડીની ટીમ પર હુમલા બાદ શાહજહાં ફરાર હતા.

કોલકાતા હાઈકોર્ટે બુધવારે નિર્દેશ આપ્યો કે પશ્ચિમ બંગાળ પોલીસ ઉપરાંત સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પણ શાહજહાં શેખની ધરપકડ કરી શકે છે. શાહજહાં શેખ લાંબા સમયથી ફરાર હતો, ત્યારબાદ હાઈકોર્ટે નિર્દેશ આપ્યો કે CBI અને ED પણ તેની ધરપકડ કરવા માટે સ્વતંત્ર છે.

Advertisement

ગત 5 જાન્યુઆરીએ, પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલી ખાતે લગભગ એક હજાર લોકોના ટોળાએ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના અધિકારીઓ પર હુમલો કર્યો જ્યારે તેઓ રાજ્યમાં કથિત રાશન વિતરણ કૌભાંડની તપાસના સંબંધમાં શાહજહાં શેખને ત્યાં દરોડો પાડવા જઈ રહ્યા હતા. તે સમયે ટોળાએ અધિકારીઓને ઘેરીને હુમલો કર્યો હતો.

શાહજહાં શેખ પર ત્રણ હત્યાનો આરોપ છે. એફઆઈઆરમાં નામ છે પરંતુ કોઈ ચાર્જશીટમાં તેનો આરોપી તરીકે કોઈ ઉલ્લેખ નથી. દેવદાસ મંડળનું 8 જૂન 2019ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. તેની પત્નીએ બીજા દિવસે અપહરણ માટે FIR નોંધાવી. બાદમાં એક મૃતદેહ અનેક ટુકડાઓમાં મળી આવ્યો હતો. ડીએનએ પ્રોફાઇલિંગથી એવુ સાબિત થયું હતું કે, લાશ દેવદાસ મંડળની હતી. આ કેસમાં 1 નવેમ્બરના આરોપી શેખ શાહજહાં અને તેના સાગરિતોના નામ હતા. પરંતુ જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી તેમાં શેખ શાહજહાંને આરોપી બનાવવામાં આવ્યા ન હતા અને જેમના નામ એફઆઈઆરમાં ન હતા તેમને આરોપી બનાવવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement