આતંકી સંગઠન ISISના હારીસ ફારૂકીની ધરપકડ
- બાંગ્લાદેશ સરહદેથી ઘુસતી વખતે સહયોગી સાથે ઝડપાયો
આતંકવાદી સંગઠન ISIS ના ભારતના વડા હારીસ ફારૂૂકીની આસામની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે આસામના ધુબરી જિલ્લામાંથી ધરપકડ કરી છે. આ ધરપકડ ત્યારે કરવામાં આવી જ્યારે તે બાંગ્લાદેશ બોર્ડરથી ભારતમાં પ્રવેશી રહ્યો હતો.
હારીસ ફારૂૂકીની ધરપકડની પુષ્ટિ કરતા આસામ પોલીસે કહ્યું કે ખતરનાક આતંકવાદીની સાથે તેના સહયોગી અનુરાગ સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બંનેની આસામ જઝઋ દ્વારા ધુબરીના ધર્મશાલા વિસ્તારમાંથી ગુપ્ત માહિતીના આધારે ધરપકડ કરવામાં આવી હતી. બંને ISIS ના ખૂબ જ ખતરનાક સભ્યો છે.
ધરપકડ બાદ બંનેને STFની ગુવાહાટી ઓફિસમાં લાવવામાં આવ્યા હતા. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું. કે બંનેની ઓળખની ખાતરી કર્યા બાદ જાણવા મળ્યું હતું કે હરિસ ફારૂૂકી ઉર્ફે અજમલ ફારૂૂકી ચકરાતા, દેહરાદૂનનો રહેવાસી છે અને તે ISIS ઇન્ડિયાનો વડા છે. તેનો પાર્ટનર અનુરાગ સિંહ ઉર્ફે રેહાન પાણીપતનો રહેવાસી છે અને તેણે ધર્મ પરિવર્તન દ્વારા ઈસ્લામ કબૂલ કર્યો હતો. જ્યારે અનુરાગની પત્ની બાંગ્લાદેશની નાગરિક છે.