કાશ્મીરમાંથી સૈન્ય હટાવાશે, AFSPA પાછો ખેંચાશે: શાહ
- સુરક્ષાનો હવાલો સ્થાનિક પોલીસને સોંપવાની નેમ વ્યક્ત કરતા ગૃહપ્રધાન
કેન્દ્ર સરકાર આગામી સમયમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા માત્ર સ્થાનિક પોલીસને સોંપવાની યોજના ધરાવે છે. સૈનિકોને ત્યાંથી પાછા ખેંચી લેવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને પાછો ખેંચી લેવા પર વિચાર કરશે. શાહે એમ પણ કહ્યું હતું કે સરકાર કેન્દ્રશાસિત પ્રદેશમાં સૈનિકોને પાછી ખેંચવાની અને કાયદો અને વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીર પોલીસ પર છોડી દેવાની યોજના ધરાવે છે.
તેમણે કહ્યું, અમારી યોજના સૈનિકોને પાછી ખેંચવાની અને કાયદો અને વ્યવસ્થા જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપવાની છે. અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસ પર ભરોસો ન હતો, પરંતુ આજે તેઓ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે. વિવાદાસ્પદ AFSPA પર ગૃહમંત્રીએ કહ્યું, અમે AFSPA હટાવવા વિશે પણ વિચારીશું. ગૃહમંત્રીની આ જાહેરાત જમ્મુ- કાશ્મીરના દૃષ્ટિકોણથી તે મહત્વનું છે કારણ કે ત્યાં સતત માંગ કરવામાં આવી રહી છે કે AFSPA હટાવવામાં આવે અને સામાન્ય શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સેનાને તૈનાત ન કરવી જોઈએ.
AFSPA અવ્યવસ્થિત વિસ્તારોમાં કાર્યરત સશસ્ત્ર દળોના જવાનોને જાહેર વ્યવસ્થા જાળવવા માટે જો જરૂૂરી હોય તો શોધ, ધરપકડ અને ગોળીબાર કરવાની વ્યાપક સત્તા આપે છે. શાહે અગાઉ કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યોના 70 ટકા વિસ્તારોમાંથી AFSPA હટાવી લેવામાં આવી છે, જોકે તે જમ્મુ અને કાશ્મીરમાં અમલમાં છે. જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોના વિવિધ સંગઠનો અને વ્યક્તિઓએ AFSPA હટાવવાની માંગ કરી છે.
શાહે કહ્યું કે સપ્ટેમ્બર પહેલા જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું, જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહીની સ્થાપના એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વચન છે અને તે પૂર્ણ થશે. જો કે, આ લોકશાહી માત્ર ત્રણ પરિવારો પુરતી સીમિત નહીં હોય અને લોકશાહી હશે.
ઈન્ટરવ્યુ દરમિયાન અમિત શાહે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને ભારતનો અભિન્ન અંગ ગણાવ્યો હતો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ત્યાં રહેતા મુસ્લિમો અને હિન્દુઓ બંને ભારતીયો છે. જેકે મીડિયા ગ્રુપને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે, પઙજ્ઞઊંમાં રહેતા મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ ભારતીય છે. પાકિસ્તાને જે જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે તે ભારતની છે. તેને પાછું મેળવવું એ દરેક ભારતીય અને દરેક કાશ્મીરીનું લક્ષ્ય છે.