લશ્કરી વડા દ્વિવેદીએ દીક્ષા લીધી: ગુરુ રામભદ્રાચાર્યે દક્ષિણામાં POK માગ્યું
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં તુલસીપીઠ આશ્રમમાં જગદગુરુ રામભદ્રાચાર્ય પાસેથી રામ મંત્રની દીક્ષા લીધી હતી. આ દરમિયાન રામભદ્રાચાર્યએ તેમની પાસેથી દક્ષિણા તરીકે POK માંગી લીધું હતું.
જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મારી પાસેથી રામ મંત્રની દીક્ષા લીધી. મેં તેમને એ જ રામ મંત્ર આપ્યો જે માતા સીતાએ ભગવાન હનુમાનને આપ્યો હતો, જેના પછી તેમણે લંકા પર વિજય મેળવ્યો.
તુલસીપીઠ નિવાસસ્થાને, જગદગુરુએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ આર્મી ચીફનું સન્માન કરતા ખૂબ ગર્વ અનુભવે છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન ભવિષ્યમાં કોઈ આતંકવાદી કૃત્ય કરશે તો તેનો નાશ થશે. તેમણે એમ પણ કહ્યું કે આર્મી ચીફે તેમની પાસેથી એ જ મંત્રમાં દીક્ષા લીધી હતી, જે સીતાજીએ લંકા પર વિજય માટે હનુમાનજીને આપ્યો હતો.
આર્મી ચીફની આ મુલાકાત માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ સામાજિક ચિંતાઓ સાથે પણ સંબંધિત હતી. તેમણે સદગુરુ આંખની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું અને સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા આયોજિત અભિનંદન સમારોહમાં પણ ભાગ લીધો.