For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટાર્ગેટ પૂરો કરવાના કંપનીના સતત દબાણથી એરિયા મેનેજરનો આપઘાત

11:33 AM Sep 30, 2024 IST | Bhumika
ટાર્ગેટ પૂરો કરવાના કંપનીના સતત દબાણથી એરિયા મેનેજરનો આપઘાત
Advertisement

ઉત્તરપ્રદેશના ઝાંસી જિલ્લાના ગુમનાવારામાં રહેતા 34 વર્ષના ફાયનાન્સ કંપનીના એરિયા મેનેજરે આત્મહત્યા કરી લીધી છે. તેના પર ટાર્ગેટ પૂરો કરવાનું દબાણ હતું. અધિકારીઓ ટાર્ગેટ પૂરો ન કરવાને લઈને સતત તેને નોકરીમાંથી હટાવવાની ધમકી આપતા હતા. રવિવારેજ રજાના દિવસે ઓનલાઈન મીટિંગમાં ટાર્ગેટ પૂરો ન કરવાને લઈને ધમકાવ્યો હતો. જેનાથી પરેશાન થઈને મેનેજરે અંતે ફાંસીના ફંદે લટકીને પોતાનો જીવ આપી દીધો છે. મૃતકની પાસેથી પાંચ પેજની એક સુસાઈડ નોટ પણ મળી છે.

નવા બાદ પોલીસ સ્ટેશનના મહારાણા પ્રતાપ નગર ગુમનાવારામાં રહેતા તરુણ સક્સેનાના પુત્ર કૃષ્ણ બિહારી સક્સેના પ્રાઈવેટ ફાયનાન્સ એજન્સીમાં એરિયા મેનેજરના પદ પર તૈનાત હતો.

Advertisement

તરુણ પર જિલ્લા તેમજ તેની આસપાસના વિસ્તારમાં લોન વસૂલીની જવાબદારી હતી. વરસાદને કારણે પાક ખરાબ હોવાને કારણે પરેશાન ખેડૂતો ઇએમઆઇ ભરી શક્યા ન હતા તેમ છતાં કંપની સતત તરુણને ટાર્ગેટ પૂરો કરવા માટે દબાણ કરતી હતી.

ટાર્ગેટ પૂરો ન થવાને કારણે કંપની સતત તરુણ સાથે ગેરવતર્ણૂંક કરી દબાણ કરી રહી હતી. હવે તો કંપનીએ નોકરીમાંથી હટાવવાની પણ ધમકી આપી દીધી. જેનાથી તરુણ માનસિક રીતે પરેશાન થઈ ગયો અને શનિવારે રાત્રે તેને ખાવાનું પણ ન ખાધું. સવારે તરુણ ઉઠ્યો અને પરિવાર સાથે વાતચીત કરી રુમમાં જતો રહ્યો. થોડીવાર પછી પરિવારના લોકો રુમમાં પહોંચ્યા તો તરુણનો મૃતદેહ ફાંસીના ફંદા પર લટકેલો હતો. જે બાદ પરિવારે પોલીસને જાણ કરી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી જ્યાં મૃતદેહને પોતાના કબજામાં લીધો અને તેની પાસે પડેલી એક સુસાઈડ નોટ પર જપ્ત કરી. જેમાં કંપની દ્વારા ટાર્ગેટ પૂરો ન થવા પર કેવા અપમાન સહન કરવા પડતા હતા તેની વિગત લખી હતી. ત્યારે આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement