શું તમે પણ છો હાઈ હીલ પહેરવાના શોખીન? તો પહેલા જાણીલો આ ગેરફાયદા, થઇ શકે છે આ આ ગંભીર સમસ્યાઓ
આજકાલ હાઈ હીલ્સ પહેરવી એ ફેશનનો મહત્વનો ભાગ બની ગયો છે. હાઈ હીલ્સમાં છોકરીઓ ખૂબ જ સુંદર લાગે છે પરંતુ આ હાઈહિલ તેમને ઘણી નુકસાની પણ થઈ શકે છે. સ્ત્રીઓ ઉપયોગ કરતી ઘણી ફેશનેબલ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવી એક વસ્તુ હાઇ હીલ સેન્ડલ છે. આજે અમે તમને હાઈ હીલ્સ પહેરવાના ગેરફાયદા વિશે જણાવીશું. આ ઉપરાંત તેનથી ઘણી બીમારીઓ પણ થાય છે.
માંસ પેશીઓ ખેંચાશે:
હાઈ હીલ્સથી સ્નાયુઓ પર વધારાનું દબાણ લાવે છે. લાંબા સમય સુધી ઉંચી હીલ વાળા પગરખા પહેરવાથી જાંઘના સ્નાયુઓ ખેંચાય છે અને સિયાટિકા અને અન્ય રોગોનું જોખમ વધે છે.
ફ્રેકચર અને પ્લાસ્ટર:
જો લાંબા સમય સુધી ઉંચી એડીવાળા પગરખાં અથવા સેન્ડલ પહેરવામાં આવે છે, તો હાડકાં તૂટી શકે છે અથવા ક્રેક થઈ શકે છે. પરંતુ જો હાઈ હીલ્સ પહેરવાની સાથે, સામાન્ય પગરખાં અને ચંપલનો ઉપયોગ પણ વચ્ચે કરવામાં આવે તો આ સમસ્યાઓથી બચી શકાય છે.
ઓસ્ટિયોઆર્થરાઇટિસ:
હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધન મુજબ, ઉંચી એડીવાળા સેન્ડલ અથવા પગરખાં ઘૂંટણ અને સાંધા પર દબાણ વધારે છે. ઉંચી-એડીના સેન્ડલ પહેરવાથી ઓસ્ટિયોઆર્થરાઇટિસનું જોખમ અનેકગણું વધી જાય છે. આ રોગમાં, હાડકાં તૂટી જાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં બે ગણું વધુ જોખમ રહેલું છે.
કમર દર્દ:
હાઈ હિલ્સને કારણે સાંધા અને ઘૂંટણ સિવાય, હિપ્સના હાડકાં અને કરોડરજ્જુ પર પણ વધારાનું દબાણ આવે છે. જો આવા જૂતાનો સતત ઉપયોગ કરવામાં આવે, તો આ પીડા કાયમ રહી શકે છે.
ગર્દનનો દુખાવો:
હાઈ હીલ્સ વાળા પગરખા ગળા સુધી મુશ્કેલી આપી શકે છે. હકીકતમાં, ઉંચી હીલના લીધે, શરીરનું કુદરતી સંતુલનને ખલેલ પહોંચે છે અને સંતુલન જાળવવા માટે, અન્ય અવયવો પર વધુ પડતું દબાણ આવે છે.