For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મારી જગ્યાએ મહિલા જજની નિમણૂક કરજો, જસ્ટિસ હિમા કોહલી ભાવુક થયા

05:55 PM Aug 31, 2024 IST | admin
મારી જગ્યાએ મહિલા જજની નિમણૂક કરજો  જસ્ટિસ હિમા કોહલી ભાવુક થયા

નિવૃતિ પહેલાના વિદાય સમારંભમાં CJI પાસે માંગણી કરી

Advertisement

સુપ્રીમ કોર્ટના જજ બનનારા આઠમા મહિલા જસ્ટિસ હિમા કોહલીએ નિવૃત્તિ પહેલાં તેમના વિદાય સમારંભમાં CJI ચંદ્રચુડ પાસેથી માત્ર એક જ માંગ કરી હતી. તેમણે કહ્યું કે, મારા ગયા પછી આ જગ્યા પર મહિલા જજની નિમણૂક કરવામાં આવે. જસ્ટિસ હિમા કોહલી 40 વર્ષની કાનૂની સેવા બાદ 1 સપ્ટેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. તે પહેલા, ઔપચારિક બેંચ પર ઈઉંઈં ચંદ્રચુડ સાથે ડાયસ શેર કરતી વખતે તે ભાવુક થઈ ગયા હતા.

મહિલા જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે, હવે તેઓ આ બ્લેક એન્ડ વ્હાઇટ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. આ અવસર પર વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે પણ ભાવનાત્મક રીતે વાત કરી અને ઈઉંઈંને ન્યાયતંત્રમાં મહિલાઓને યોગ્ય સ્થાન આપવા વિનંતી કરી. તેમણે ઈઉંઈં ચંદ્રચુડ ને કહ્યું કે, ગંભીર કેસ લડવા છતાં પણ મહિલાઓ કાયદાકીય સંસ્થાઓમાં સારું સ્થાન મેળવી શકતી નથી. આવી પ્રતિભાશાળી મહિલાઓને હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવી જોઈએ. જો મહિલાઓ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બની શકે છે તો તેઓ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ પણ બની શકે છે.ઈઉંઈંએ પણ કપિલ સિબ્બલના નિવેદનને મૌન સ્વીકૃતિ આપી હતી.

Advertisement

CJIએ કહ્યું કે, ન્યાયિક અધિકારીઓની નિમણૂકના મામલે મહિલાઓ પુરુષોને પાછળ છોડી રહી છે. તેમણે કહ્યું કે, વરિષ્ઠ વકીલોએ શક્ય તેટલી વધુ મહિલાઓને તાલીમ આપવી જોઈએ અને તેમને તેમની જેમ સફળ બનાવવી જોઈએ. કાયદાકીય વ્યવસાયમાં મહિલાઓ માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ બનાવવામાં આવશે તો હેમા કોહલીની જેમ જ મહિલા વકીલો પણ સફળ થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement