રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વીડિયો હટાવી માફી માગો: ખડગે જયરામને ગડકરીની નોટિસ

11:37 AM Mar 02, 2024 IST | Bhumika
Advertisement

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કથિત ભ્રામક અને અધૂરો વીડિયો શેયર કરવાને લઈ કોંગ્રેસ પાર્ટીને લીગલ નોટિસ મોકલી છે. નોટિસમાં ગડકરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશને માફી માગવા કહ્યું છે.

Advertisement

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેયર કરવામાં આવેલો વીડિયો આખો નથી અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે.નોટિસમાં કેન્દ્રીય મંત્રીના વકીલે કહ્યું છે કે વીડિયોના કેપ્શનને જાણી જોઈને છુપાવવામાં આવ્યુ છે. આ બદનામ કરવાનું ષડયંત્ર છે. વીડિયોને લઈ આપવામાં આવેલું શીર્ષક પણ બિલકુલ ખોટુ છે અને તથ્યાત્મક રીતે વાતોને તોડી મરોડીને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વકીલે કહ્યું કે મારા અસીલનું અપમાન કરવા અને તેને નીચુ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને પાર્ટીની વચ્ચે મતભેદ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

લીગલ નોટિસમાં સોશિયલ મીડિયા સાઈટથી તે નિવેદન કે વીડિયોને હટાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેની સાથે સાથે 3 દિવસની અંદર લેખિતમાં માફી માગવા કહેવામાં આવ્યુ છે. નોટિસમાં આગળ કહેવામાં આવ્યું છે કે જો તમારા તરફથી તે કામ નહીં કરવામાં આવે તો પછી અમારી પાસે દીવાની અને ફોજદારી બંને વિકલ્પ ખુલ્લા છે.

Tags :
indiaindia newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement