ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બીજા બાળકને લંડનમાં જન્મ આપશે અનુષ્કા?

01:25 PM Feb 17, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હંમેશા હેડલાઈન્સમાં રહે છે. જો કે આ કપલ લાંબા સમયથી પોતાના બીજા બાળકની ચર્ચામાં છે. અભિનેત્રીની બીજી પ્રેગ્નન્સીને લઈને સતત સમાચારો આવી રહ્યા છે. પરંતુ હજી સુધી કપલે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. આ બધાની વચ્ચે હવે સોશિયલ મીડિયા પરથી એક સંકેત મળી રહ્યો છે કે કપલ તેમના બીજા બાળકનું દેશમાં નહીં પરંતુ વિદેશમાં વેલકમ કરશે.

Advertisement

હકીકતમાં, બિઝનેસમેન હર્ષ ગોયનકાએ એક્ટ્રેસની પ્રેગ્નેન્સીને લઈને એક પોસ્ટ શેર કરી તહેલકો મચાવી દીધો છે. તેમણે તાજેતરમાં પોતાના એક્સ એકાઉન્ટ પર એક ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે બસ હવે થોડાક જ દિવસોમાં એક બેબી જન્મ લેવાનું છે. હવે એ જોવાનું રસપ્રદ છે કે શું તે પોતાના પિતાની જેમ ક્રિકેટર બને છે કે પછી તે પોતાની માતાની જેમ ફિલ્મોમાં કરિયર બનાવશે.

આ સાથે જ તેણે એ જણાવ્યું છે કે બાળકનો જન્મ લંડનમાં થશે. જ્યારે હર્ષ ગોયનકાની આ પોસ્ટથી સોશિયલ મીડિયા પર હડકંપ મચી ગયો છે. જણાવી દઈએ કે 2020માં વિરાટ કોહલીએ અનુષ્કાની પ્રેગ્નેન્સીની ખબર સોશિયલ મીડિયા પર આપી હતી. જ્યારે જાન્યુઆરી 2021એ અનુષ્કાએ એક દીકરીને જન્મ આપ્યો હતો, જેનું નામ વામિકા કોહલી છે. જો કે, હજુ સુધી કપલે દીકરીનો ફેસ મીડિયામાં રિવીલ નથી કર્યો.

Tags :
Anushka Sharma-Virat kohliEntertainmentEntertainment newsindiaindia news
Advertisement
Advertisement