કોચિંગ કેપિટલ કોટામાં વધુ એક વિદ્યાથીર્ર્ની આત્મહત્યા
04:55 PM Apr 30, 2025 IST | Bhumika
કોટા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારના તલવંડીમાં NEET પરીક્ષાની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ પોતાના રૂૂમમાં ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. મૃતકનું નામ ઇકબાલ છે, જે બિહારનો રહેવાસી હતો.
Advertisement
મૃતકના કાકા આસિફના જણાવ્યા અનુસાર, 16 વર્ષનો ઇકબાલ 20 દિવસ પહેલા NEET ની તૈયારી માટે બિહારથી કોટા આવ્યો હતો. 27 એપ્રિલની રાત્રે ઇકબાલ સાથે વાત થઈ. તેણે બધું બરાબર કહ્યું. તેણે કહ્યું, હું હમણાં ભણી રહ્યો છું. હું તમારી સાથે પછી વાત કરીશ. આ પછી, તેણે પોતાના રૂૂમમાં ફાંસો ખાધો અને પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી.
છેલ્લા ચાર મહિનામાં અહીં આત્મહત્યાના 13 કેસ નોંધાયા છે. વર્ષ 2024માં કોટામાં કુલ 19 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી.
Advertisement
Advertisement