મણિપુરમાં વધુ એક રાજકીય વળાંક: કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપશે
નેશનલ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ કોનરેડ સંગમાએ ભારતીય જાણતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાને પાત્ર લખીને મણિપુર સરકારને સમર્થન પાછું ખેંચ્યાની વાત કરી છે. તેમને પત્રમાં લખ્યું છે કે, આદરણીય શ્રી નડ્ડા જી, નેશનલ પીપલ્સ પાર્ટી મણિપુર રાજ્યમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તેની ઊંડી ચિંતા વ્યક્ત કરવા માંગે છે. છેલ્લા કેટલાક દિવસોમાં, અમે પરિસ્થિતિને વધુ બગડતી જોઈ છે જ્યાં ઘણા વધુ નિર્દોષ લોકોના જીવ ગયા છે અને રાજ્યના લોકો ભારે દુ:ખમાંથી પસાર થઈ રહ્યા છે.
સંદેશાઓ ગ્રેક અમને ભારપૂર્વક લાગે છે કે બિરેન સિંહના નેતૃત્વ હેઠળની મણિપુર રાજ્ય સરકાર કટોકટીનો ઉકેલ લાવવા અને સામાન્ય સ્થિતિને પુન:સ્થાપિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નેશનલ પીપલ્સ પાર્ટીએ બિરેન સિંહની આગેવાની હેઠળની સરકાર મણિપુર રાજ્યમાં તાત્કાલિક અસરથી સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે.
હવે સવાલ એ છે કે શું એનપીપીનું સમર્થન પાછું ખેંચી લીધા પછી મણિપુરમાં એન બીરેન સિંહ સરકાર જોખમમાં છે? તો જવાબ છે ના. જો આપણે 2022 માં યોજાયેલી મણિપુર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો, ભાજપને 32 બેઠકો, કોંગ્રેસને 5, જેડીયુને 6, નાગા પીપલ્સ ફ્રન્ટને 5 અને કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટીએ 7 બેઠકો પર જીત મેળવી હતી. આ સિવાય કુકી પીપલ્સ એલાયન્સના અપક્ષ ઉમેદવારો 2 અને 3 બેઠકો પર જીત્યા હતા.
વાસ્તવમાં, 60 સભ્યોની મણિપુર વિધાનસભામાં બહુમતીનો આંકડો 31 છે અને ભાજપ પાસે તેના પોતાના 32 ધારાસભ્યો છે. 2022 માં વિધાનસભા ચૂંટણીના થોડા સમય પછી, જેડીયુના 6 માંથી 5 ધારાસભ્યો ઔપચારિક રીતે ભગવા પક્ષમાં જોડાયા, જેનાથી વિધાનસભામાં ભાજપના સભ્યોની સંખ્યા 37 થઈ ગઈ. આમ, મણિપુરમાં મુખ્યમંત્રી એન બિરેનસિંહની આગેવાની હેઠળની ભાજપ સરકાર પાસે પોતાના દમ પર બહુમતી છે. એનપીપીના 7 ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચી લીધા પછી પણ સરકાર અસ્થિર નહીં થાય.