For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નીતિશ પછી NDAમાં વધુ એક ‘N’ની એન્ટ્રી ઓડિશામાં BJP-BJD ગઠબંધનના સંકેત

11:36 AM Mar 07, 2024 IST | Bhumika
નીતિશ પછી ndaમાં વધુ એક ‘n’ની એન્ટ્રી ઓડિશામાં bjp bjd ગઠબંધનના સંકેત

લોકસભા ચૂંટણી પહેલા દેશની રાજનીતિમાં મોટા વિકાસ જોવા મળી શકે છે. BJP અને BJD 15 વર્ષ પછી એકબીજા સાથે હાથ મિલાવી શકે છે અને નવીન પટનાયકની પાર્ટી ફરી NDAમાં જોડાઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બંને પક્ષો વચ્ચે ગઠબંધનને લઈને વાતચીત ખૂબ જ આગળના તબક્કામાં પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં આ અંગેની જાહેરાત થઈ શકે છે.

Advertisement

અહેવાલ મુજબ સીએમ નવીન પટનાયકે ગઠબંધનના સ્વરૂૂપને લઈને ભુવનેશ્વરમાં તેમના નિવાસસ્થાને બીજેડીના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી છે. ભાજપે ઓડિશાના તેના નેતાઓ સાથે આ સંભવિત જોડાણ અંગે પણ ચર્ચા કરી છે.

બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી જુઅલ ઓરમે નવી દિલ્હીમાં યોજાયેલી પાર્ટીની બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે તેમના વતી પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને ઓડિશાની તમામ 147 વિધાનસભા બેઠકો અને 21 લોકસભા બેઠકોની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું, નસ્ત્રકારણ કે ભાજપ એક રાજકીય પક્ષ છે અને તેના અંતિમ નિર્ણયો કેન્દ્રીય નેતૃત્વ દ્વારા લેવામાં આવે છે. ટોચની નેતાગીરી દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે, તે બધાએ સ્વીકારવો પડશે. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ગઠબંધન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને આયોજિત બેઠક પછી, બીજેડી ઉપાધ્યક્ષ દેબી પ્રસાદ મિશ્રાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બીજેડી પ્રમુખના નેતૃત્વમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીઓ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે ઓડિશાની રચનાના 100 વર્ષ 2036માં પૂર્ણ થશે. બીજેડી અને મુખ્યમંત્રી આ સમય સુધીમાં ઘણા મોટા ‘માઈલસ્ટોન’ હાંસલ કરવા માંગે છે, તેથી બીજુ જનતા દળ ઓડિશાના લોકોના હિતમાં આ દિશામાં બધું જ કરશે.

ભાજપ અને બીજેડી બંને પક્ષોના સમાચાર રાખનારા આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકોની વહેંચણી પર વાતચીતને અંતિમ સ્વરૂૂપ આપવામાં આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે ભાજપ લોકસભામાં અને બીજેડી વિધાનસભાની ચૂંટણીમાં વધુ બેઠકો પર ચૂંટણી લડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 147 વિધાનસભા સીટો ધરાવતા ઓડિશામાં બીજેડી 100થી વધુ સીટો પર ચૂંટણી લડશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement