ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો

12:52 PM Feb 02, 2024 IST | Bhumika
Advertisement

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. આ વચ્ચે હવે અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસને વિદ્યાર્થીની લાશ અમેરિકાના સિનસિનાટીમાંથી મળી આવી છે. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ બાબતે તપાસ ચાલુ છે.

Advertisement

છેલ્લા એક સપ્તાહમાં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીના મોતનો આ ત્રીજો કિસ્સો છે. આ પહેલા અમેરિકાના જ્યોર્જિયામાં એક ભારતીય વિદ્યાર્થીને હથોડી વડે હુમલો કરીને હત્યા કરી નાખવામાં આવી હતી. ભારતીય વિદ્યાર્થી વિવેક સૈની (25) હરિયાણાના પંચકુલાનો રહેવાસી હતો. હુમલાખોરે વિવેકના માથા પર હથોડી વડે 50 વાર કર્યા હતા. આરોપીની ઓળખ જુલિયન ફોકનર તરીકે થઈ હતી.

બીજા કિસ્સામાં, અમેરિકાની ઇલિનોઇસ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો 18 વર્ષીય નીલ આચાર્ય પણ મૃત હાલતમાં મળી આવ્યો છે. નીલના માતા-પિતાએ તેમના પુત્રના મૃત્યુને લઈને યુનિવર્સિટી પર સવાલો ઉઠાવ્યા છે. નીલનો મૃતદેહ ઇલિનોઇસના ચેમ્પેનમાં યુનિવર્સિટી કેમ્પસ પાસે મળ્યો હતો.

Tags :
AmericaAmerica newsindiaindia newsworldWorld News
Advertisement
Next Article
Advertisement