ભારતના વધુ એક દુશ્મનનું પાકિસ્તાનમાં મોત, 26/11 મુંબઇ હુમલાનો હતો માસ્ટરમાઇન્ડ
પાકિસ્તાનમાં આતંકી આઝમ ચીમાના મોતના સમાચાર છે. ચીમા 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ હતો. કહેવામાં આવી રહ્યું છે કે 70 વર્ષની વયે ચીમાને ફૈસલાબાદમાં હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેનું મૃત્યુ થયું. આઝમ ચીમા લશ્કર-એ-તૈયબા (LeT)ના ઈન્ટેલિજન્સ ચીફ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીમાના અંતિમ સંસ્કાર ફૈસલાબાદના માલખાનવાલામાં કરવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીમા 26/11ના આતંકવાદી હુમલા અને જુલાઈ 2006ના મુંબઈ ટ્રેન બોમ્બ ધડાકા અને ભારતમાં થયેલા અન્ય કેટલાક આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો. ટ્રેન બોમ્બ વિસ્ફોટોમાં 188 લોકો માર્યા ગયા હતા અને 800 થી વધુ લોકો ઘાયલ થયા હતા. મહત્વનું છે કે, ચીમાનું મૃત્યુ એવા સમયે થયું છે જ્યારે છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના ઘણા ઓપરેટિવ્સ રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા છે. પાકિસ્તાને લશ્કર-એ-તૈયબાના અનેક ઓપરેટિવ્સની હત્યા પાછળ ભારતીય એજન્સીઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે ભારતે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.
સાંજે ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા
ચીમા 26/11ના આતંકવાદી હુમલા અને જુલાઈ 2006ના મુંબઈ ટ્રેન બોમ્બ ધડાકા અને ભારતમાં થયેલા અન્ય કેટલાક આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો. ભારતીય એજન્સીઓ માટે તેના મૃત્યુના સમાચાર માત્ર પાકિસ્તાનની ધરતી પર નિર્દિષ્ટ આતંકવાદીની હાજરીની પુષ્ટિ જ નથી કરતા પરંતુ તે ઈસ્લામાબાદના જૂઠાણાને પણ છતી કરે છે કે આતંકવાદીઓ તેની ધરતી પર નથી.
આતંકવાદીઓ દરિયાઈ માર્ગે આવ્યા હતા
અમેરિકી સરકારના કહેવા પ્રમાણે, આઝમ ચીમાએ 2008ના હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓને તાલીમ આપી હતી. આ હુમલામાં 6 અમેરિકનો સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં કેટલાક બ્રિટિશ નાગરિકો પણ માર્યા ગયા હતા. 26 નવેમ્બર 2008ના રોજ, 10 પાકિસ્તાની આતંકવાદીઓ દરિયાઈ માર્ગે દક્ષિણ મુંબઈ વિસ્તારમાં પ્રવેશ્યા હતા, તેમની પાસે મોટી માત્રામાં શસ્ત્રો હતા. તમામ આતંકવાદીઓ ઘણા વિસ્તારોમાં વહેંચાઈ ગયા હતા અને તાજમહેલ પેલેસ હોટેલ સહિત ઘણી જગ્યાઓ પર હુમલો કર્યો હતો.
26 નવેમ્બર 2008ના રોજ, મુંબઈમાં ઘૂસેલા બે આતંકવાદીઓએ દક્ષિણ મુંબઈના કોલાબામાં લિયોપોલ્ડ કાફેને નિશાન બનાવ્યું હતું. બે આતંકવાદીઓ નરીમાન હાઉસમાં ઘૂસ્યા હતા અને બાકીના આતંકવાદીઓએ બેના જૂથમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ અને તાજ હોટેલ પર હુમલો કર્યો હતો. ભારત સરકારે આ આતંકવાદીઓનો સામનો કરવા માટે તાત્કાલિક 200 NSG કમાન્ડો મોકલ્યા અને 50 આર્મી કમાન્ડો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. આ પછી બચાવ કામગીરી ચાલુ રહી હતી. આ દરમિયાન સેનાની પાંચ ટુકડીઓ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી.