For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાર્દિકનો વધુ એક વિવાદ, મેદાન વચ્ચે લસિથ મલિંગાને ધક્કો માર્યો

01:21 PM Mar 30, 2024 IST | Bhumika
હાર્દિકનો વધુ એક વિવાદ  મેદાન વચ્ચે લસિથ મલિંગાને ધક્કો માર્યો

સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કરેલી હરકતને કારણે વિવાદ સર્જાયો છે. મેચ પૂર્ણ થયા બાદનો હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા જે રીતનું વર્તન કરે છે તેના કારણે તે ફરી એકવાર વિવાદમાં આવ્યો છે.

Advertisement

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમના બોલિંગ કોચ લસિથ મલિંગાનેરીતસરનો ધક્કો મારતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાને ક્રિકેટ ફેન્સ સતત ટ્રોલ કરી રહ્યા છે.

આ ઘટના ગત બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી આઈપીએલ મેચ બાદ બની હતી. મેચ પછી સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હતા ત્યારે મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ લસિથ મલિંગાએ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને મળી રહ્યાં હતા.

Advertisement

લસિથ મલિંગા મેચ બાદ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને ગળે લગાવવા માંગતો હતો, પરંતુ હાર્દિક પંડ્યા તેની ટીમના બોલિંગ કોચ લસિથ મલિંગાને ધક્કો મારતો જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાએ લસિથ મલિંગા સાથે હાથ પણ મિલાવ્યો ન હતો અને તેની અવગણના કરતો જોવા મળ્યો હતો. હાર્દિકના બેહુદા વર્તનથી લસિથ મલિંગાનો ચહેરા પર ઉદાસી છવાયેલી સ્પષ્ટપણે જોઈ શકાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement