For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેંકટેશ્ર્વર મંદિરે 140 કરોડના સોનાનું દાન કરશે અનામી ભક્ત

12:52 PM Aug 20, 2025 IST | Bhumika
વેંકટેશ્ર્વર મંદિરે 140 કરોડના સોનાનું દાન કરશે અનામી ભક્ત

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ગઇકાલે જણાવ્યું હતું કે ભગવાન વેંકટેશ્વર સ્વામીના એક ભક્તે તેમના બિઝનેસમાં સફળતા બદલ આભાર માનવા માટે 121 કિલો સોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ભક્ત જે સોનું અર્પણ કરવા માંગે છે તેની કિંમત લગભગ 140 કરોડ રૂૂપિયા છે. આ ભક્ત પોતાની ઓળખ ગુપ્ત રાખવા માંગે છે.

Advertisement

મુખ્યમંત્રીએ મંગલગિરીમાં ગરીબી નાબૂદી (ઙ4) કાર્યક્રમમાં આ વાત કહી. નાયડુએ કહ્યું કે આ ભક્તે કંપની શરૂૂ કરવાનું સપનું જોયું હતું. તેમણે કહ્યું કે ભગવાન વેંકટેશ્વર સ્વામીની કૃપાથી તેમની કંપની માત્ર બની જ નહીં પરંતુ તેને મોટી સફળતા પણ મળી. નાયડુએ કહ્યું, આ ભક્તે નક્કી કર્યું કે તે પોતાની પ્રગતિનો શ્રેય ભગવાનને આપશે. તેથી હવે તે વેંકટેશ્વર સ્વામીને 121 કિલો સોનું અર્પણ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે આ ભક્તે તેમની કંપનીના 60 ટકા શેર વેચીને 1.5 અબજ યુએસ ડોલર કમાયા છે.

નાયડુએ કહ્યું કે ભક્ત તેમની સંપત્તિનો એક ભાગ ભગવાનને સમર્પિત કરવા માંગે છે, કારણ કે તેમને લાગે છે કે આ બધું ભગવાન વેંકટેશ્વરની કૃપાથી થયું છે. નાયડુએ એમ પણ કહ્યું કે ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ દરરોજ લગભગ 120 કિલો સોનાના આભૂષણોથી શણગારવામાં આવે છે. જ્યારે આ ભક્તને આ વાતની ખબર પડી ત્યારે તેમણે 121 કિલો સોનું દાન કરવાનું નક્કી કર્યું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement