કુંભ સ્પેશિયલ ટ્રેનનું પ્લેટફોર્મ બદલાયાની ઘોષણા દિલ્હી સ્ટેશને નાસભાગનું કારણ
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી નાસભાગ અંગે આરપીએફએ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્લેટફોર્મ નંબર 12, 13, 14, 15, 16 તરફ જતા રસ્તાઓ સંપૂર્ણ રીતે બ્લોક કરી દેવામાં આવ્યા હતા. સ્ટેશન પર સતત વધી રહેલી ભીડને ધ્યાનમાં રાખીને છઙઋ ઇન્સ્પેક્ટરે સ્ટેશન ડાયરેક્ટરને સ્પેશિયલ ટ્રેન ઝડપથી દોડાવવાની સલાહ આપી હતી.
અહેવાલમાં જણાવાયું છે કે નાસભાગ રાત્રે 8:48 કલાકે થઈ હતી. બીજી તરફ આવી ઘટનાનું પુનરાવર્તન ટાળવા દિલ્હીના તમામ પ્લેટફોર્મ પર સીઆરપીએફના જવાનો તહેનાત કરાયા છે.આરપીએફના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શનિવારે રાત્રે 8 વાગ્યે પ્લેટફોર્મ નંબર 12 પરથી શિવગંગા એક્સપ્રેસ રવાના થયા બાદ પ્લેટફોર્મ પર મુસાફરોની ભારે ભીડ એકઠી થવા લાગી, જેના કારણે પ્લેટફોર્મ નંબર 12, 13, 14, 15,16 તરફ જતા રસ્તાઓ સંપૂર્ણપણે જામ થઈ ગયા હતા. આ પછી, છઙઋ ઇન્સ્પેક્ટરે સ્ટેશન ડિરેક્ટરને સ્પેશિયલ ટ્રેન ઝડપથી ચલાવવાની સલાહ આપી અને પ્રયાગરાજ માટે દર કલાકે 1500 ટિકિટ વેચતી રેલવે ટીમને તરત જ ટિકિટનું વેચાણ બંધ કરવા કહ્યું.
આરપીએફના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સીસીટીવી ફૂટેજમાં વધતી ભીડને જોઈને સ્ટેશન ડાયરેક્ટરને ટિકિટ આપવાનું બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ, જ્યારે ફરજ પરના આરપીએફ સ્ટાફ 8:45 વાગ્યે ભીડવાળા ઋઘઇ 2 અને 3ને ખાલી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જાહેરાત કરવામાં આવી હતી કે કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 12 પરથી રવાના થશે. થોડા સમય પછી, સ્ટેશન પર ફરીથી જાહેરાત થઈ કે કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 પરથી રવાના થશે. જે બાદ મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. આરપીએફના જણાવ્યા અનુસાર, ડ્યુટી સ્ટેશન ઈન્ચાર્જને રાત્રે 8:48 કલાકે નાસભાગની જાણ થઈ હતી.
રેલ્વે દ્વારા કરવામાં આવેલી જાહેરાત સાંભળીને, પ્રયાગરાજ સ્પેશિયલના મુસાફરોએ પ્લેટફોર્મ 12-13 અને 14-15 પરથી સીડીઓ દ્વારા ફૂટ ઓવર બ્રિજ 2 અને 3 પર ચઢવા માટે દોડવાનું શરૂૂ કર્યું. દરમિયાન બીજી ટ્રેનના મુસાફરો સીડી પરથી ઉતરી રહ્યા હતા, ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ અંધાધૂંધીમાં કેટલાક લોકો લપસીને પડી ગયા હતા, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માત રાત્રે 8.48 કલાકે થયો હતો.
સત્તાવાર સંદેશાવ્યવહાર મુજબ, નાસભાગના 40 મિનિટથી વધુ સમય પછી મદદ માંગવામાં આવી હતી. દિલ્હી ફાયરનું કહેવું છે કે તેમને રાત્રે 9:55 વાગ્યે દિલ્હી પોલીસ તરફથી નાસભાગની પ્રથમ માહિતી મળી હતી. જો કે, રેલવેએ તેના સત્તાવાર સંદેશાવ્યવહારમાં જણાવ્યું છે કે નાસભાગ રાત્રે 9:15 વાગ્યે થઈ હતી.