For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો, EDએ આપ્યું સમન્સ, લોન ફ્રોડ કેસમાં 5 ઓગસ્ટે થશે પૂછપરછ

10:39 AM Aug 01, 2025 IST | Bhumika
અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં વધારો  edએ આપ્યું સમન્સ  લોન ફ્રોડ કેસમાં 5 ઓગસ્ટે થશે પૂછપરછ

Advertisement

17000 કરોડ રૂપિયાના લોન ફ્રોડ કેસમાં ઇડીએ રિલાયન્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન અનિલ અંબાણીને સમન્સ જારી કર્યા છે. આ મામલે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે EDએ તેમને ૫ ઓગસ્ટે દિલ્હી સ્થિત તેના મુખ્યાલયમાં પૂછપરછ માટે હાજર થવા જણાવાયું છે.

ગયા અઠવાડિયે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ દિલ્હીથી મુંબઈ સુધી રિલાયન્સ ગ્રુપ સાથે સંબંધિત લગભગ ૩૫ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન, ઘણા દસ્તાવેજો, નાણાકીય વ્યવહારો, ડિજિટલ રેકોર્ડ અને અન્ય પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા.

Advertisement

તપાસ એજન્સીનો દાવો શું છે?

અગાઉ, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)એ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના કથિત ભંડોળના ડાયવર્ઝન અંગે ED અને બે અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓને તેનો તપાસ અહેવાલ સુપરત કર્યો હતો. એવો આરોપ છે કે લોનની રકમ કથિત રીતે અન્ય કંપનીઓમાં ડાયવર્ઝન કરવામાં આવી હતી અને નિર્ધારિત હેતુઓ સિવાય અન્ય હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે મની લોન્ડરિંગના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.

કેન્દ્રીય તપાસ એજન્સીનો આરોપ છે કે રિલાયન્સ ગ્રુપની ઘણી કંપનીઓએ કોઈ પણ પ્રકારની પૂરતી ગેરંટી વિના યસ બેંક પાસેથી મોટી લોન લીધી હતી અને તે પૈસા શેલ કંપનીઓ દ્વારા અન્ય કામોમાં ખર્ચવામાં આવ્યા હતા. આ કેસમાં સીબીઆઈ દ્વારા અગાઉ બે એફઆઈઆર નોંધવામાં આવી હતી, ત્યારબાદ ઇડીએ તપાસ શરૂ કરી હતી.

રિલાયન્સ પાવરનો દલીલ:

બેંક લોન છેતરપિંડીના આરોપો પછી, રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે તેમના સ્પષ્ટીકરણમાં કહ્યું હતું કે તેમનો રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) અથવા આરએચએફએલ સાથે કોઈ વ્યવસાયિક કે નાણાકીય સંબંધ નથી. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે અનિલ અંબાણી આ કંપનીઓના બોર્ડમાં સામેલ નથી. નોંધનીય છે કે એસબીઆઈએ અનિલ અંબાણી અને આરકોમને છેતરપિંડી જાહેર કર્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement