NEETમાં દીકરી ઓછા માર્કસ લાવતાં ગુસ્સે ભરાયેલા પિતાએ મોતને ઘાટ ઉતારી
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક શાળાના પ્રિન્સિપાલ પિતાએ પોતાની 12મા ધોરણમાં ભણતી દીકરીને NEET પરીક્ષામાં ઓછા માર્ક્સ લાવવા બદલ એટલી હદે માર માર્યો કે તેનું મૃત્યુ થઈ ગયું.
સાધના ભોંસલે નામની વિદ્યાર્થીની આટપાડી સ્થિત એક શાળામાં 12મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને તેનું સ્વપ્ન ડોક્ટર બનવાનું હતું. તે NEET ની તૈયારી કરી રહી હતી, પરંતુ તાજેતરમાં યોજાયેલી મોક પરીક્ષામાં તેના માર્ક્સ ઓછા આવ્યા હતા. આનાથી તેના પિતા, મુખ્ય શિક્ષક ધોંડીરામ ભોંસલે ગુસ્સે થયા.બે દિવસ પહેલાં, સાધના નેલકરંજીમાં તેના ઘરે હતી ત્યારે રાત્રે તેના મુખ્ય શિક્ષક પિતાએ NEET માં ઓછા માર્ક્સ મેળવવા બદલ લાકડીથી માર માર્યો હતો. માર મારવાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ આઘાતજનક ઘટના બાદ, સાધનાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાને બદલે, ધોંડીરામ ભોંસલે બીજા દિવસે સવારે યોગ દિવસની ઉજવણી કરવા માટે શાળાએ ગયા હતા તે ઘરે પાછા ફર્યા, ત્યારે તેમણે સાધનાને બેભાન અવસ્થામાં જોઈ. તેણીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. સારવાર દરમિયાન સાધનાનું દુ:ખદ અવસાન થયું.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, NEET મોક પરીક્ષામાં ઓછા માર્ક્સને કારણે પિતાએ તેને ઠપકો આપ્યો હતો. ત્યારે સાધનાએ ગુસ્સામાં તેના પિતાને કહ્યું, તું કેવા કલેક્ટર બની ગઈ છે? તું તમે પણ ઓછા માર્ક્સ લાવ્યો છે ને? દીકરીના આ જવાબે પિતાના ગુસ્સાને ભડકાવ્યો, અને આરોપી ધોંડીરામ ભોંસલેએ તેને લાકડીઓથી બેફામ માર માર્યો, જે તેના મૃત્યુનું કારણ બન્યો. આટપાડી પોલીસે ધોંડીરામ ભોંસલેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.