બિકાનેરની વતની એન્જેલાના શિરે મિસિસ યુનિવર્સનો તાજ
બિકાનેરના વતની એન્જેલા સ્વામી મિસિસ યુનિવર્સ બની ગયા છે. એન્જેલા સ્વામીએ માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ રેકોર્ડ બનાવીને બિકાનેરનું ગૌરવ વધાર્યું છે.એન્જેલા સ્વામીએ તાજેતરમાં 24 થી 28 ફેબ્રુઆરી 2025 દરમિયાન થાઈલેન્ડની રાજધાની પટાયામાં આયોજિત મિસિસ યુનિવર્સ બ્યૂટી કોમ્પિટિશનમાં પ્રથમ સ્થાન મેળવીને મિસિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે.
આ પહેલા એન્જેલાએ મિસિસ ઈન્ડિયા ઓરા ગ્લોબલ યર 2024નો તાજ પહેરીને બિકાનેરને ગૌરવ અપાવ્યું છે. આ સાથે, વૈશ્વિક સ્તરની સ્પર્ધામાં જ્યાં વિશ્વભરની શ્રેષ્ઠ મહિલાઓએ ભાગ લીધો હતો, ત્યાં એન્જેલાએ સર્વશ્રેષ્ઠનો ખિતાબ જીતીને બિકાનેરનું ગૌરવ વધાર્યું છે.
એન્જેલા સ્વામીએ પોતાના આત્મવિશ્વાસ અને સફળતાનો શ્રેય તેમના પરિવાર અને પતિ હેમંત સ્વામીને આપ્યો છે, જેઓ હાલમાં ગઝઙઈ નાગપુરમાં સિનિયર મેનેજર તરીકે કાર્યરત છે. એન્જેલાને બે પુત્રીઓ છે અને તેના પિતા સત્યનારાયણ સ્વામી અને સસરા સૂર્ય નારાયણ સ્વામીએ એન્જેલાને સમય સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા.