રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એન્ડ્રોઇડ યુઝર્સ ઉપર સાયબર હુમલાનો ખતરો

05:50 PM Oct 14, 2024 IST | admin
Advertisement

મોબાઇલ સિસ્ટમમાંથી મહત્વપૂર્ણ ડેટાની ચોરી થઇ શકે: સરકારી એજન્સીનું એલર્ટ

Advertisement

ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (ઈઊછઝ-ઈંક્ષ) દ્વારા એક મહત્ત્વપૂર્ણ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આ વોર્નિંગ એન્ડ્રોઇડ મોબાઇલ યુઝર્સ માટે છે. ઈઊછઝ-ઈંક્ષએ ભારત સરકારની એક સાયબર સુરક્ષા એજન્સી છે, જે મિનિસ્ટ્રી ઑફ ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી હેઠળ આવે છે. ઈઊછઝ-ઈંક્ષના જણાવ્યા પ્રમાણે એન્ડ્રોઇડ સોફ્ટવેરના કેટલાક વર્ઝનમાં વલ્નરબિલિટી જોવા મળી છે, જે એક પ્રકારની નબળાઈ છે. તેની મદદથી સાયબર હુમલાખોરો તમને નિશાન બનાવી શકે છે.

ઈઊછઝ-ઈંક્ષએ પોતાની એડવાઇઝરીમાં કહ્યું કે, એન્ડ્રોઇડમાં અનેક વલ્નરબિલિટી જોવા મળી છે. તેની મદદથી સાયબર હુમલાખોરો નિર્દોષ લોકોને નિશાન બનાવી શકે છે. ત્યારબાદ તેઓ મોબાઈલ સિસ્ટમમાંથી મહત્ત્વપૂર્ણ ડેટા ચોરી શકે છે. વલ્નરબિલિટી એન્ડ્રોઇડમાં જોવા મળી છે.એજન્સીએ પોતાની એડવાઇઝરીમાં જણાવ્યું છે કે, એન્ડ્રોઇડ યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ મોબાઈલ નિર્માતા દ્વારા શેર કરેલા અપડેટ્સ સાથે હેન્ડસેટ જરૂૂર અપડેટ કરે. આવું કરીને તમે તમારા ડિવાઇસને કોઈપણ પ્રકારના હેકિંગથી બચાવી શકો છો.

સ્માર્ટ ફોનને અપડેટ કરવા માટે તમારા મોબાઇલના સેટિંગ્સમાં જાઓ. ત્યાં સોફ્ટવેર અપડેટ વિકલ્પ પર જાઓ. ત્યારબાદ તમે ચેક કરી શકો છો કે તમારા ડિવાઇસ માટે કોઈ અપડેટ આવી છે કે કેમ? જો કોઈ અપડેટ હોય તો તમારા હેન્ડસેટને તેની સાથે અપડેટ કરો. અપડેટ કરતાં પહેલા મોબાઇલની બેટરી હંમેશા 50 ટકાથી વધુ ચાર્જ હોવી જોઈએ. આ સમયગાળા દરમિયાન જો તમે તમારા હેન્ડસેટને ઠશઋશ સાથે કનેક્ટ રાખો તો તે વધુ સારું રહેશે.

Tags :
atatctdelhinewsindiaindia newsrisk of cyber attacks
Advertisement
Next Article
Advertisement