વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પવા એન્ડરસન-તેંડુલકર ટ્રોફીનું લોંન્ચિગ મોકૂફ
અમદાવાદમાં તાજેતરમા થયેલી કરુણ વિમાન દુર્ઘટના, જેમાં 250 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા તેના શોકમાં અને મૃતકો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝ માટે પ્રસ્તાવિત એન્ડરસન-તેંડુલકર ટ્રોફી ના લોન્ચિંગને હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચે પરસ્પર સમજૂતીથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે સંપૂર્ણપણે તૈયાર છે, જે 20 જૂન, 2025 થી શરૂૂ થશે. આ સિરીઝ સાથે જ નવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 સાયકલનો પણ પ્રારંભ થશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારત-ઇંગ્લેન્ડ દ્વિપક્ષીય સિરીઝનું નામ પપટૌડી ટ્રોફીથ થી બદલીને પએન્ડરસન-તેંડુલકર ટ્રોફીથ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સિરીઝ શરૂૂ થાય તે પહેલાં આ નવી ટ્રોફીના ભવ્ય લોન્ચિંગનો પ્રસ્તાવ હતો. પરંતુ, અમદાવાદ વિમાન દુર્ઘટનાની ગંભીરતાને જોતા, આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. જ્યાં ECB પટૌડી ટ્રોફી નું નામ બદલીને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી કરવા માંગતું હતું ત્યાં સચિન તેંડુલકરે પોતે ECB ને વિનંતી કરતા બોર્ડનો નિર્ણય બદલાયો હોય તેમ લાગે છે ECB અધિકારીએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે હા ઇંગ્લેન્ડ-ભારત સિરીઝમાં પટૌડી જોડાણને જાળવી રાખવાની પુષ્ટિ થયેલ યોજના છે એવી અપેક્ષા છે કે બોર્ડ આ પરંપરાને ચાલુ રાખવા માટે સ્વર્ગસ્થ ખઅઊં પટૌડીના નામ પર એક મેડલ એનાયત કરશે .