For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અનંત અંબાણી સામાન્ય શ્રધ્ધાળુની માફક ગણપતિ વિસર્જન યાત્રામાં જોડાયા

11:32 AM Sep 08, 2025 IST | Bhumika
અનંત અંબાણી સામાન્ય શ્રધ્ધાળુની માફક ગણપતિ વિસર્જન યાત્રામાં જોડાયા

મુંબઈના માનીતા દેવતા, ભગવાન ગણેશ પોતાના ભક્તો સાથે દસ દિવસ આનંદપૂર્વક વિતાવ્યા પછી, તેમના ઘરે પરત ફર્યા. આ સમયે તેમને વાજતગાજતે વિદાય આપનારી ભીડમાં અનંત અંબાણી પણ જોડાયા, જેમણે લાખો મુંબઈકરોની જેમ સડક પર ઉતરીને પ્રેમ, દયા અને આનંદના દેવને વિદાય આપી.

Advertisement

અનંત અંબાણી લાલબાગચા રાજાની શોભાયાત્રામાં જોડાયા અને તેમના આરાધ્ય દેવ પ્રત્યેની અનન્ય ભક્તિ અભિવ્યક્ત કરી. તેઓ વર્ષોથી લાલબાગચા રાજાના પંડાલમાં નિયમિત દર્શન કરતા રહ્યા છે, અને વારંવાર સિદ્ધિવિનાયકની પદયાત્રા કરીને ભગવાન ગણેશ પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરતા રહ્યા છે.

મુંબઈના એક સામાન્ય રહેવાસીની જેમ આ શોભાયાત્રામાં જોડાઈને, અનંત અંબાણી ગિરગાંવ ચોપાટી સુધી વિસર્જન યાત્રાના અંતિમ તબક્કામાં પણ બાપ્પા સાથે હતા. અન્ય બધા ભક્તોની જેમ, તેઓ પણ 2026માં વિઘ્નહર્તાનું સ્વાગત કરવા વધુ એક વર્ષ રાહ જોશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement